શનિવારે એનઆઈસીએમ કેમ્પસ ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન

754

ગાંધીનગરની ચ-૦ સર્કલ નજીક ઇન્ફોસિટીના ગેટ નં.૧ પાસેની શ્રી જયરામભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “હેપ્પી યુથ ક્લબ” ના સંયુક્ત ઉપક્રમે તા. ૩૦મી માર્ચ શનિવારે સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન એનઆઈસીએમ કેમ્પસ ખાતે ભારતના તમામ વીર શહીદ જવાનોને સ્મરણાંજલિના ભાગ રૂપે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે કેમ્પસમાં નિઃશુલ્ક આંખોની તપાસ માટે “દીવા આઈ ચેકઅપ કેમ્પ”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્ત એકત્ર કરવાની સેવા ઇંડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પૂરી પાડવામાં આવશે અને આંખોની તપાસ માટેની સેવા દીવા આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૂરી પાડવામાં આવશે.

રક્તદાન કેમ્પમાં એકત્રિત રક્ત કોઈ જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત, ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે  જીવન બચાવવા ઉપયોગી નીવડશે. આ “હેપ્પી રક્તદાન શિબિર”નો હેતુ યુવાનો સહિત જાહેર જનતામાં મહાન ભારતના વીર શહીદ જવાનોના બલિદાન પ્રત્યે સન્માન અને ગર્વ સાથે તેમનું સ્મરણ કરવાનો છે. આ રક્તદાન શિબિરમાં અંદાજે ૧૦૦ જેટલા રક્તદાતાઓ રક્તદાન કરશે અને આયોજનમાં અનેક સેવાભાવી યુવાનો જોડાશે.

આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે શુભેચ્છા ભેટ રૂપે “રક્તદાતા પ્રોત્સાહન કિટ” આપી સન્માનીત કરવામાં આવશે. રકતદાતાઓએ “હેપ્પી રક્તદાન શિબિર”માં સામેલ થવા અગાઉથી નોંધણી કરાવવી હિતવખ છે જે માટે તેઓ મો. નં. ૮૪૮૭૯ ૧૫૦૦૮ અથવા ૯૭૧૨૫ ૭૨૩૧૨ પર સંપર્ક સાધી શકશે અથવા પોતાનું નામ અને ઉમર મેસેજ કરી નોંધણી કરવી શકશે.

Previous articleસેંસેક્સ ૧૦૧, નિફ્ટી ફરીથી ૩૮ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા
Next articleલાખોનો ટેક્સ ઓછો કરવા જીએસટી અધિકારીએ માગી લાંચ, એસીબીએ ઝડપ્યો