હિંમતનગરના કાબોદરી ગામના જંગલમાં ભીષણ આગ લાગી

596

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં આવેલા કાબોદરી ગામના જંગલમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. આગને લઈને આસપાસના વિસ્તારમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં પંદર કિલોમીટર સુધી આગ ફેલાઇ ગઈ છે. સ્થાનિકોએ ઘટનાની જાણ વન વિભાગને પણ કરી હતી. જો કે સ્થાનિકોનો દાવો છે કે, વન વિભાગની ટીમ માત્ર મુલાકાત કરીને ત્યાંથી પરત ફરી ગઇ હતી. પરંતુ જો કે ત્યાર બાદ સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. ગામના ૨૦૦ લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં આ આગ લાગતા જંગલમાં મોટુ નુકસાન પણ થયુ છે કારણકે અનેક ઝાડ આગની લપેટમાં આવી ગયા છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરાતા સ્થાનિકોમાં પણ ભારે રોષ સામે આવ્યો છે. ૨૦૦ સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

Previous articleખાનગી વાહનો બાદ બીઆરટીએસકોરીડોરમાં એસટી ઉપર પણ પ્રતિબંધ
Next articleબનાસકાંઠા ભાજપમાં વિવાદના એંધાણ, ટિકિટ ન મળતા નેતાએ ઉચ્ચારી આવી ચીમકી