બનાસકાંઠા ભાજપમાં વિવાદના એંધાણ, ટિકિટ ન મળતા નેતાએ ઉચ્ચારી આવી ચીમકી

832

બનાસકાંઠામાં ભાજપે રિપિટ થિયરી ન અપનાવતા હરીભાઈ ચૌધરીની જગ્યાએ પરબત પટેલને ટિકિટ આપી છે. પરંતુ પરબત પટેલને ટિકિટ મળતા જ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કારણ કે, કેશાજી ચૌહાણ પણ ઉમેદવારોની કતારમાં હતાપરંતુ ભાજપે તેમને ટિકિટ નથી આપી અને પરબત પટેલને ટિકિટ આપી છે. જેને લઈને વિરોધ નોંધાવતા કેશાજી હવે બળવાના મૂડમાં આવી ગયા છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, કેશાજીએ અગાઉ પણ ટિકિટ ન મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડવાની ચીમકી ઉચ્ચારી હતી.

એટલે કે, હવે બનાસકાંઠાના રાજકીય વાતાવરણાં ચૌધરી દૃ/જ ચૌહાણની લડાઈ થશે. તો સામે પક્ષે કોંગ્રેસ તો હશે જ એટલે ભાજપ માટે બળતામાં ઘી હોમવા જેવી સ્થીતિ પૈદા થઈ છે.

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે વધુ ત્રણ નામની જાહેરાત કરી છે. જેમાં પોરબંદરથી રમેશ ધડૂક લોકસભાની ચૂંટણી લડશે. જ્યારે બનાસકાંઠાથી પરબત પટેલ અને પંચમહાલથી રતનસિંહનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં આજરોજ રાદડિયા પરિવારના સમર્થનમાં બેનલ લાગેલા જોવા મળ્યાં હતા. જેમાં રાદડિયા પરિવારના સભ્યને જ પોરબંદરની લોકસભાની ટિકિટ આપવાની માંગણી કરાઇ હતી. શહેરના જયુબેલી પૂર વિસ્તારમાં બેનર રાદડિયા પરિવારના સમર્થનના જોવા મળ્યાં હતા.

Previous articleહિંમતનગરના કાબોદરી ગામના જંગલમાં ભીષણ આગ લાગી
Next articleગાંધીનગર GIDCમાં આવેલી ત્રણ ફેક્ટરીમાં ભીષણ આગ