ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા તૈયારીઓ શરૂઃ ૨૯ માર્ચે સીબીઆઇ લંડન જશે

592

હીરા કરોબારમાં ભાગેડુ જાહેર થયેલા નીરવ મોદીના બ્રિટન દ્વારા પ્રત્યાર્પણ કરવાના મામલામાં સીબીઆઈની એક ટીમ સ્થાનીય અધિકારીઓની સહાયતા માટે ૨૯ માર્ચે લંડન જઈ રહી છે. લંડનની એક અદાલતમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે એવી જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંયુક્ત નિર્દેશક સ્તરના એક અધિકારીને આવશ્યક દસ્તાવેજો સાથે લંડન જવાની કામગીરી સોંપવામાં આવી છે. ૪૮ વર્ષના આ હીરા વેપારી પર પોતાના મામા મેહુલ ચોક્સી સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે બે અરબ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. બ્રિટનના એક જાણીતા અખબાર ધ ટેલિગ્રાફ દ્વારા નીરવ મોદી લંડનના એક પોશ વિસ્તારમાં રહેતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એના પછી નીરવ મોદીની ભારત દ્વારા પ્રત્યાર્પણના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

Previous articleગાંધીનગર GIDCમાં આવેલી ત્રણ ફેક્ટરીમાં ભીષણ આગ
Next articleગોવામાં રાજકીય ડ્રામાબાજી થઇઃ બે સભ્ય ભાજપમાં ઇન