સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલ ખાતે તાજેતરમાં માર્ચ-ર૦૧૮માં પરીક્ષા આપનાર ધોરણ-૧રના વિદ્યાર્થીઓ માટે હવે પછીના દિવસોમાં પરીક્ષા માટે કઈ રીતે તૈયાર કરવી ? તે માટેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો, જેમાં ભાવનગરના યુવા ગઝલકાર તેમજ બી.એન. વિરાણી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિતભાઈ વાઘેલા કાફી દ્વારા વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય અનિકેતભાઈ રાજ્યગુરૂ દ્વારા તેમનું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે વક્તા અમિતભાઈ કાફી દ્વારા તૈયાર કરેલ ધોરણ-૧રના ઈકોનોમીક્સ અને વાણિજ્ય વ્યવસ્થા વિષયની બે રીવીઝન પોકેટ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શાળામાં ભણતરની સાથે બાળકના સતત વિકાસ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.