પાલિતાણા રાજપરા પ્રા.શાળામાં મતદાન જાગૃતિ દિનની ઉજવણી

639

પાલિતાણા તાલુકાની નાની રાજસ્થ્ળી કલ્સ્ટરની પેટા શાળા રાજપરા (ઠા) પ્રા.શાળામાં તમામ શિક્ષકો, બી.એલ.ઓ. અને વિશાળ સંખ્યામાં ગ્રામલોકો દ્વારા લોકશાહીનું મહત્વ દર્શાવવા મતદાર જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં વિવિધ શ્લોગન જેવા કે મત આપો મત આપવો. ચાલો કરીએ સૌ મતદાન યુવાન કોઈ કે યુવતી મતદાનની તક કરો ન જતી આપણો અધિકાર મતદાન કરીએ. તથા લોકશાહી મજબુતી માટે મતદાન કરીએ જેવા વિવિધ પોસ્ટરો સાથે મતદાનનું મહત્વ સમજાવવામાં આવેલ આજના દિવસે ગ્રામજનો સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા વિશાળ સંખ્યામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભામાં બી.એલ.ઓ. જયેન્દ્રસિંહ દિલુભા ગોહિલ દ્વારા ૯૦થી ૯પ ટકા મતદાન કરવા હાકલ કરવામાં આવી જે સર્વ ગ્રામજનોએ વધાવી લીધેલ આ સમગ્ર કાર્યક્રમનું સંકલન નાની રાજસ્થળી કલસ્ટરના સી.આર.સી. ભરતભાઈ ગોદડભાઈ દોરીલા દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ.

Previous articleરાજુલા ન.પા.ના મહિલા પ્રમુખ સામે થયેલી એટ્રોસીટીના વિરોધમાં આવેદનપત્ર અપાયું
Next articleશિશુવિહાર પ્રાંગણમાં હોળીપર્વ મનાવાયું