બાલાભાઈ ભાણાભાઈ વાણીયા જે હાલના રાજુલા નગરપાલિકાના પ્રમુખ બાધુબેન બાલાભાઈ વાણીયાના પતિ જણાવું છું તા. રપ-૩અર૦૧૯ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં મારા પત્ની બાુધબેન વાણીયા ઉપર ઈરાદાપુર્વક રાજકીય બદઈરાદાથી એટ્રોસીટીની ફરિયાદ જસુબેન જગદીશભાઈ ચૌહાણે કોઈની ચડામણીથી કરેલ છે. ફરિયાદમાં જણાવેલ વિગત અનુસાર જસુબેન જગદીશભાઈ ચૌહાણ જણાવે છે કે તેઓ તેમની સાથેની સફાઈ કામદાર મહિલાઓને લઈને પગાર વધારા તેમજ અમઅુક બહેનોને છુટા કરી દીધા છે. તેઓને કામે રાખવા માટે રજુઆત કરવા પ્રમુખને ઘરે તા. ૧-૦૩-ર૦૧૯ના રોજ આવેલ હતાં. તે દિવસે હું પ્રમુખનો પતિ બાલાભાઈ ભાણાભાઈ વાણીયા હાજર હતો, પ્રમુખે જસુબેન જગદીશભાઈ ચૌહાણ અને તેની સાથે આવેલી બહેનોને આવકાર આપેલ હતો. તેમની વાત સાંભળી હતી પરંતુ તેઓએ એટ્રોસીટીની ફરિયાદમાં જણાવેલ છે કે પ્રમુખ અમારી વાત સાંભળી નહી અને અમોને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કરીને કાઢી મુકેલ છે. આ હકિકત તદ્દન ખોટી છે.
તે બાબતે નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, કોંગ્રેસ ભાજપના અગ્રણીઓ ગામ આગેવાનો સાથે મળી જેવા કે કોંગ્રેસ પીઢ અગ્રણી બાબ જોલંધરા, લાલભાઈ મકવાણા નાગરિક બેંક ડિરેકટર, મયુરભાઈ શહેર ભાજપ પ્રમુખ, પ્રમુખ સ્થાનેથી બાલાભાઈ વાણીયા, બાબ વાણીયા, રાહુલભાઈ ધાખડા ચેરમેન, રાજેશભાઈ જાખરા, ડો. હિતેશભાઈ હડીયા કિસાન સંઘ મોરચો જિલ્લા મંત્રી, દિપકભાઈ ધાખડા, વિજયભાઈ વાઘ અનુ સુખી જાતી નગરપાલીકા સદસ્ય સહિત પ૦ જેટલી સંખ્યા મા ડે. કલેકટર ડાભીને તટસ્થ તપાસની માંગ અને કોઈ રીતે શહેરના પ્રથમ નાગરિકને બદનામ કરવા સારૂ રાજકીય કિન્નાખોરી બાબતે તપાસ કરી યોગ્ય ન્યાય માટે રોષ સાથે આવેદનપત્ર આપાયું.
ખરેખર તો પ્રમુખ મહિલા હોય જેથી જસુબેન અનેત ેઓની સાથે આવેલા બહેનોના પ્રશ્નો અંગે પ્રમુખે કહેલ કે, રાજુલા શહેરની સફાઈક ામનો કોન્ટ્રાકટ ઉનાની કંપની શુભમ ફાઉન્ડેશન ટ્રસ્ટને આપેલ છે. તેથી પગાર વધારો કે ઘટાડવો, સફાઈ કામદારને રાખવા કે છુટા કરવા એ એના અધિકારની વાત છે. તેમ છતાં જસુબેન અને બીજા બહેનોએ જણાવેલ કે અમોને ઉનાના કોન્ટ્રકટર વતી કામ કરતા અલ્પેશભાઈ વાઘે પ્રમુખ પાસે રજુઆત કરવા મોકલેલ છે. જે ઈરાદાપુર્વક રાજકિય ષડયંત્ર ગોઠવી પ્રમુખ પ્રતિષ્ઠાનો હાની પહોંચે તે માટે એટ્રોસીટીની ફરિયાદ ખોટી રીતે દાખલ કરવામાં આવી છે. અલ્પેશભાઈ વાઘ નગરપાલિકામાં શું હોદ્દો ધરાવે છે. આ અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરે પણ તપાસ કરીને આ એફ.આઈ.આર.ની તપાસ કરનાર અધિકારીને સાચી હક્કિતથી માહિતગાર કરવા જોઈએ જેથી રાજુલા શહેરના પ્રથમ નાગરિક એવા નગરપાલીકાના પ્રમુખ ઉપર ફરિયાદ કરી તેમની માનહાની કરેલ છે તેની સાચી હક્કિતનો ખ્યાલ આવી શકે.