તપોવન ટેકરી તપસીબાપુના આશ્રમે આજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

614

જાફરાબાદ નજીક પ્રસિદ્ધ તપોવન ટેકરી તપસીબાપુના આશ્રમે તા. ર૮ ગુરૂવારે શિવમહાપુરાણનું જયતતાતકાલીક હનુમાનજી, ગરીબ મંડળ દ્વારા કરાયું છે.

જાફરાબાદ નજીક વિશ્વપ્રસિદ્ધ મીતીયાળા તપોવન ટેકરી સાંકેતવાસી પૂજય ૧૦૦૮ રાઘવદાસ બાપુના આશ્રમે તા. ર૮ને ગુરૂવારે મહાશિવપુરાણનું ભવ્ય આયોજન જયતાત્કાલિક ગરીબ મંડળ ટ્રસ્ટ દ્વારા થશે. જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહા શિવપુરાણના પ્રખર વકતા નવિનચંદ્ર શાસ્ત્રી બટુક મહારાજ જે દેરડી કુંભાજીનીથી પધારી સાત દિવસક થા રસપાન કરાવશે જે મહા શિવપુરાણ કથા દરમિયાન આવતા તમામ પ્રસંગો ધામધુમથી ઉજવાશે. જેમાં પ્રથમ દિવસે શિવમહાપુરાણની પોથી ભગવાનની યાત્રા મીતીયાળાથી વાજતે-ગાજતે તપોવન ટેકરીએ ધર્મપ્રેમી જનતાની હાજરીમાં શિવમહાપુરાણના મુખ્ય યજમાનો જાફરાબાદના બારૈયા પરિવાર દ્વારા આરતી પુંજન સાથે શિવ મહાપુરાણના પ્રારંભ તા. ર૮-૩ ગુરૂવારેથીત ા. પ-૪ શુક્રવારે પુર્ણાઆુહતી અપાયા બાદ તા. ૬-૪ને  શુક્રવારે લઘુ રૂદ્ર મહારાજનું આયોજન હોય જયતાત્કાલિક ગરીબ મંડળ ટ્રસ્ટ દ્વારા સમસ્ત બાબરીયવાડની જનતાને ધાર્મિક પ્રસંગોનો લાભ લેવા જણાવાયું છે.

Previous articleકાળિયાબીડ પાસેના વશિષ્ઠ આશ્રમે આજથી ભાગવત સપ્તાહનું આયોજન
Next articleગારિયાધારના યુવાનની હત્યાના આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદ