આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટના માર્ગદર્શન એસ.ઓ.જી./ એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ. હરેશભાઇ એમ. ઉલવા તથા ચિંતનભાઇ મકવાણાને સંયુક્ત બાતમી હકિકત મળેલ હતી કે, સોનગઢ પો.સ્ટે.ના અપહરણ સહિતના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી તુષારભાઇ પ્રવિણભાઇ છગનભાઇ દેસાઇ હાલ સુરત પુણાગામ ખાતે રહે છે. જે હકિકત આધારે એસ.ઓ.જી./ એલ.સી.બી. ટીમ સુરત ખાતે તપાસમાં ગયેલ અને આરોપી તુષારભાઇ પ્રવિણભાઇ છગનભાઇ દેસાઇ જાતે પટેલ ઉ.વ.૨૬ રહેવાસી હાલ સુરત બ્લોક નં. ૭૩, વાળાને પોતાના ઘરે ઝડપી પાડી ભાવનગર એસ.ઓ.જી. ઓફિસે લાવી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટ ની સુચનાથી પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા, જગદીશભાઇ મારૂ, રાજપાલસિંહ સરવૈયા, પોલીસ કોન્સ. હારીતસિંહ ચૈાહાણ, ચિંતનભાઇ મકવાણા, અરવિંદભાઇ પરમાર જોડાયા હતા.