ચોરી કરેલી બે કાર સહિત આઠ વાહનો સાથે શખ્સને ઝડપી લેતી વરતેજ પોલીસ

1007

વરતેજ પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ. એચ.સી.ચુડાસમા તથા સર્વેલન્સ સ્કોડનાં માણસો રાજદિપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ અનીરૂધ્ધસિંહ વાધેલા, દેવેન્દ્રસિંહ નીરૂભા જાડેજા,  જે.પી.ગોહિલ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી અનુસંધાને વરતેજ નારી ચોકડી પાસે વાહન ચેંકીગ માં હતા તે દરમ્યાન અમદાવાદ-ધોલેરા તરફથી એક ઇસમ સફેદ કલરની મારૂતી કંપનીની સ્વીફ્ટ ડીઝાયર કાર લઇને નીકળતા તેને રોકી કાર ચેંક કરતા ફોરવ્હીલ ચાલકનુ રાજદિપસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા રહે.પંચવટી એપાર્ટમેન્ટ ભગવતી સર્કલ કાળીયાબીડ ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને સ્વીફ્ટ ડીઝાયરના નંબર બાબતે પુછ પરછ કરતા અને સ્વીફ્ટ ડીઝાયરના તેની પાસે આર.ટી.ઓ.ના વેલીડ કાગળો માંગતા નહીં હોવાનુ જણાવતા અને નંબર બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી સદરહુ સ્વીફ્ટ છળ કપટની કે ચોરી કરી મેળવેલાનુ જણાતા પો.સ્ટે. લાવી તેને આ બાબતે સધન પુછ પરછ કરતા તેને  બે ફોરવ્હીલ કાર તથા છ મોટર સાઇકલ ની ચોરી કરેલાની કબુલાત કરતા ભાવનગર નીલમબાગ પો.સ્ટે માં કૂલ-૬ (છ) ગુન્હોઓ તથા અમદાવાદ શહેર માં કૂલ- ૨ ગુન્હોઓનો દાખ મુદ્દામાલ ૭,૯૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા સદરહુ મુદ્દામાલ છળ કપટથી અને ચોરી કરી મેળવેલ હોય  ધોરણસર અટક કરેલ છે.

Previous articleઅપહરણના ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ
Next articleકનાડ ગામની વાડીમાં વૃધ્ધની હત્યા કરાયેલી લાશ મળી આવી