કુ.વાડા પ્લાસ્ટીકના કારખાનામાં ૭પ હજારની ચોરી : ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયા

1163

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં ગત રાત્રીના ચોરીનો બનાવ બનેલ જેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુંભારવાડા મોક્ષમંદીર પાછળ, વિર મેઘનગરમાં આવેલ શૈલેષભાઈ મહેશભાઈની માલિકીના શૈલેષ ટ્રેડર્સ નામના પ્લાસ્ટીકના કારખાનાને તસકરોએ નિશાન બનાવ્યું હતું. કારખાનાની છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશી ઓફીસમાં રાખેલ રૂા. ૧ લાખ રોકડ સહિતની મતાની ચોરી કરી પલાયત થયા હતા આ સમગ્ર બનાવમાં સીસીટીવી કેમેરાને તસ્કરોએ ઉંધી દિશામાં ફેરવી નાખ્યા હતાં. આ અંગેની શૈલેષભાઈએ બોરતળાવ પો.સ્ટે.માં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતાં.  બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સ કે.એમ.રાવલ સા. અને પો.સ.ઈ  વી.સી.રંગપડીયા તથા ડી.સ્ટાફના માણસો જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, દિપસંગભાઈ ભંડારી, ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા, સેજાદભાઈ સૈયદ, ધર્મદિપસિંહ જાડેજા, નિલમબેન વિરડીયા તથા કુંભારવાડા ચોકી સ્ટાફના એ.એસ.આઈ એમ.જી.ગોહીલ તથા રાજેંદ્રસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ ગોહીલ  વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર આજરોજ દાખલ થયેલ ઘરફોડ ચોરીના અન ડીટેક્ટ ગુનાના આરોપીઓની તપાસ માં હતા દરમ્યાન ભીખુભાઈ બુકેરા અને હિરેનભાઈ મહેતા નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, બે ઈસમો કુંભારવાડા ખાર વિસ્તારમાં રોકડા રુપિયાના ભાગ પાડવા બેઠેલ છે. જે પૈકી એકે લાલ ટી શર્ટ તથા બીજાએ ક્રીમ કલરનું ટીશ ર્ટ પહેરેલ છે. તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ સદર વર્ણનવાળા ઈસમો મળી આવતા જેના નામ ઠામ પુછતા મહેંદ્રભાઈ મનુભાઈ વાઘ ઉવ. ૨૧ રહે. કુંભારવાડા મોક્ષ મંદિર ની પાછળ, ભાવનગર, મહંમદ શરીફ ઉર્ફે શેખુ ઉર્ફે સરફરાજ રમજાનભાઈ અજમેરી / ફકીર ઉવ. ૧૯ રહે. કુંભારવાડા મોક્ષ મંદિર ની પાછળ, બેકરીની સામે ભાવનગર વાળો હોવાનું જણાવેલ. જેઓ બંન્ને પાસે થી રોકડા રુપિયા ૭૫,૦૦૦/- મળી આવતા જે બાબતે મજકુર બંન્ને ને પોલીસની ભાષામાં પુછપરછ કરતા ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે, ગઈ કાલ રાતેકુંભારવાડા સ્મશાન વાળા ખાંચામા શૈલેષ ટ્રેડ્રેસ નામના પ્લાસ્ટીકના કારખાના માંથી ઓફીસનુ શટરનુ તાળુ તોડી અંદરના ખાનામાંથી આ રોકડા રુપિયા ૭૫,૦૦૦/- ની ચોરી કરેલ હોવાનું જણાવતા બન્નેની મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી હતી.

Previous articleકનાડ ગામની વાડીમાં વૃધ્ધની હત્યા કરાયેલી લાશ મળી આવી
Next articleસનરાઇઝ-રાજસ્થાન વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાશે