સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આવતીકાલે આઈપીએલ-૧૨ની મેચ રમાનાર છે. આ મેચનું પ્રસારણ સાંજે આઠ વાગ્યાથી કરવામાં આવશે. સનરાઈઝ હૈદરાબાદને પોતાની પ્રથમ મેચમાં કોલકાતા સામે હાર થઇ હતી જ્યારે રાજસ્થાન રોયલ્સની પણ પોતાની પ્રથમ મેચમાં કિંગ્સ ઇલેવન સામે હાર થઇ હતી જેથી બંને ટીમો આવતીકાલે જીતના માર્ગ ઉપર પરત ફરવા પ્રયાસ કરશે. આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળશે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી છે. આવતીકાલે પણ ડેવિડ વોર્નર અને વિલિયમસનની બેટિંગ ક્રિકેટ ચાહકોને જોવા મળશે. ભુવનેશ્વર કુમાર હજુ સુધી ફ્લોપ રહ્યો છે. ગુપ્ટિલ, બેરશો ઉપર પણ સનરાઇઝ હૈદરાબાદ આધાર રાખશે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. બંને ટીમો નીચે મુજબ છે.
સનરાઇઝ હૈદારબાદ : અભિષેક , બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન