ભારત-મલેશિયા હોકી ટીમ વચ્ચે ૫ મેચની સીરિઝ, ૪ એપ્રિલથી શરૂ

625

અનુભવી ગોલકીપર સવિતાને મલેશિયાના પ્રવાસ પર જનારી ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. ભારત અને મલેશિયાની વચ્ચે ૫ મેચની સીરિઝ ૪ એપ્રિલે શરૂ થશે.

નિયમિત કેપ્ટન રાની રામપાલ ઇન્જરીમાંથી બહાર આવી નથી. આ ૮ દિવસના પ્રવાસ માટે ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કા વાઇસ કેપ્ટન છે.

ટીમમાં રજની ઇતિમારપૂ, સવિતા, સલીમા ટેટે, સુનીતા લાકડા, દીપ ગ્રેસ એક્કા, રીના ખોકર, રશ્મિલા મિંજ, સુશીલા ચાનૂ પુખરમબમ, મોનિકા, કરિશ્મા યાદવ, નિક્કી પ્રધાન, નેહા ગોયલ, લિલિમા મિંજ, જ્યોતિ, વંદના કટારિયા, લાલરેમસિયામી, નવજોત અને નવનીત કૌરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Previous articleબેંગ્લોરના સ્ટેડિયમમાં રમાનારી દરેક મેચમાં સેનાના જવાનોને આમંત્રણ
Next articleફ્રેંચ ઓપનની ઇનામી રકમ રૂ. ૩.૩૨ અબજ, વિજેતાને મળશે રૂ. ૧૮ કરોડ