ફ્રેંચ ઓપનની ઇનામી રકમ રૂ. ૩.૩૨ અબજ, વિજેતાને મળશે રૂ. ૧૮ કરોડ

548

ફ્રેંચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના આયોજકોએ પોતાની ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરતાં હવે કુલ ઇનામી રકમ ૪૨.૬ કરોડ યૂરો (લગભગ ત્રણ અબજ ૩૨ કરોડ રૂપિયા) કરી દીધી છે.

ક્વોલિફાઇંગ કે પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ જનારા પુરુષ અને મહિલા ખેલાડીઓને હવે સૌથી વધુ લાભ થશે. બીજા રાઉન્ડમાં પહોંચનારા ખેલાડીઓને હવે ૪૬,૦૦૦ યૂરો (લગભગ ૩૬ લાખ રૂપિયા) મળશે, જે ગત વર્ષ કરતાં ૧૫ ટકા વધુ છે. ટૂર્નામેન્ટનો સિંગલ ખિતાબ જીતનારા પુરુષ અને મહિલા ખેલાડીને ૨૩ લાખ યૂરો (લગભગ ૧૮ કરોડ રૂપિયા), જ્યારે ફાઇનલમાં પહોંચનારા ખેલાડીઓએ ૧૧.૮ લાખ યૂરો (૧૪ કરોડ રૂપિયા) મળશે.

આયોજકોએ ટૂર્નામેન્ટ માટે ૫૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા નવા ક્લે કોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ કોર્ટ ફ્રેંચ ઓપનમાં ઉપયોગમાં લેવાનારો ત્રીજા નંબરનો સૌથી મોટો કોર્ટ હશે. આ કોર્ટને ૧૯૨૦-૩૦ના દાયકાના ફ્રાંસના ટોચની મહિલા ખેલાડી સિમોન મેથ્યુનું નામ આપવામાં આવ્યું છે, જેમણે બે રોલાં ગેરાં મહિલા સિંગલ ખિતાબ જીત્યા હતા.

એ વખતે ટૂર્નામેન્ટનું નામ ‘ફ્રેંચ ચેમ્પિયનશિપ’ હતું. સિમોન મેથ્યુ છ વાર રનર-અપ પણ રહી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ફ્રાંસની આઝાદી માટે યુદ્ધમેદાનમાં કૂદી પડી હતી. આ નવો ક્લે કોર્ટ ચેટ્રિયર (મુખ્ય સ્ટેડિયમઃ અને કોર્ટ સુઝેન લેનગ્લેન બાદ ત્રીજા નંબરનો સૌથી મોટો કોર્ટ છે.

 

Previous articleભારત-મલેશિયા હોકી ટીમ વચ્ચે ૫ મેચની સીરિઝ, ૪ એપ્રિલથી શરૂ
Next articleસેંસેક્સ ૪૧૫ પોઇન્ટના સુધારની સાથે બંધ