લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ પક્ષો પોતપોતાની વ્યુહરચના તૈયાર કરી રહ્યા છે. દેશમાં અનેક હોટ સીટ પણ રહેલી છે. હોટ સીટની વાત કરવામા ંઆવે તો આવી જ એક સીટ રાજસ્થાનની બિકાનેર સીટ પણ છે. ભારતીય જનતા પાર્ટી વર્ષ ૨૦૦૪થી આ સીટ પરથી જીતતી રહી છે. વર્ષ ૨૦૦૯માં સીટ એસસી માટે અનામત કરી દેવામાં આવી હતી. અર્જુનરામ મેઘવાલ અહીંથી ચૂંટણી જીતી ગયા હતા. મેઘવાલ વર્ષ ૨૦૧૪માં પણ અહીં જીતી ગયા હતા. સાથે સાથે મોડેથી કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. મેઘવાલને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ મેદાનમાં ઉતારી દીધા છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૯ સુધી સતત બે વખત મેઘવાલ જીતી ચુક્યા છે. આ વખતે તેઓ આ સીટ પરથી હૈટ્રિક કરવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી તરફથી આ સીટ પરપ અભિનેતા ધર્મેન્દ્રે પણ ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન જીત મેળવી હતી. સિંચાઇ અને પીવાના પાણીની બાબત અહીંના મુખ્ય મુદ્દા છે. ગેરકાયદે ખાણ પ્રવૃતિ પણ અહીં મોટા પાયે ચાલતી રહી છે. જેની સામે લોકોની વ્યાપક ફરિયાદ રહી છે. બિકાનેરમાંથી પ્રદેશ સરકારમાં બીડી કલ્લા અને ભંવરસિંહ ભાટી પ્રધાન તરીકે છે. કોંગ્રેસ પાર્ટીએ બંને મંત્રીઓને ચૂંટણી જીતવા માટેનુ લક્ષ્ય આપ્યુ છે. સીધી રીતે ટક્કર અહીં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રહેલી છે. જાતિય સમીકરણની વાત કરવામાં આવે તો આ સીટ પર એસસી અને ઓબીસી સમુદાયની ભૂમિકા સૌથી મોટી રહેલી છે. એસસી અને ઓબીસી મતદારોની ટકાવારી ૨૫-૨૫ ટકાની આસપાસ છે. વર્તમાન રાજકીય સ્થિતીની વાત કરવામાં આવે તો મેઘવાલ મજબુત દેખાઇ રહ્યા છે. રોજગાર અને કાયદો તેમજ વ્યવસ્થાની સમસ્યા અહીંના મુદ્દા તરીકે છે. કેન્દ્ર સરકારના અનેક મોટા પ્રોજેક્ટ અહીં પાઇપલાઇનમાં રહેલા છે. તેમને આગળ વધારી દેવાની જરૂર છે. મેઘવાલને ટિકિટ મળતાની સાથે જ મેદાનમાં ઉતરી ગયા છે. બીજી બાજુ ગહેલોત કેટલીક સભા અહી કરી ચુક્યા છે. ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ પક્ષો પોતપોતાની વ્યુહરચના તૈયાર કરી રહ્યા છે.સંપૂર્ણ બિકાનેર જિલ્લા અને શ્રીગંગાનગર જિલ્લાની અનુપગઢ વિધાનસભા બિકાનેર લોકસભા ક્ષેત્રમાં આવે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં લોકસભા ક્ષેત્રમાં આવનાર આઠ પૈકી ત્રણ સીટ પર કોંગ્રેસ અને ચાર સીટ પર ભારતીય જનતા પાર્ટીની જીત થઇ હતી. શ્રીડુંગરગઢ સીટ પર અન્ય ઉમેદવારે બાજી મારી લીધી હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા રહેલી છે. મેઘવાલની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે. કોંગ્રેસે પણ પૂર્ણ તાકાત સીટ જીતવા માટે લગાવી દીધી છે.