ટિકિટ ન મળવાની અટકળો પર ફાતમીએ કહ્યું હું લાલુના અનેક રાઝ જાણું છું

544

મિથિલાંચલથી આરજેડીના કદ્દાવર નેતા મોહમ્મદ અલી અશરફ ફાતમીએ મધુબનીની ટિકિટ ન મળવાની અટકળો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો તેમની ટિકિટ કપાઇ તો પછી પાર્ટીને તેનું અંજામ ભોગવવું પડશે. આજે મહાગઠબંધનની બેઠકોની જાહેરાત થઈ શકે છે. ફાતમીએ કહ્યું કે તેઓ છેલ્લાં ત્રીસ વર્ષથી દરેક સારા-ખરાબ તબક્કામાં લાલુ યાદવ સાથે ઊભા રહ્યા છું અને તેમના ઘણા રાઝ જાણે છે.

ફાતમીએ કહ્યું કે તેમણે લાલુ યાદવ સાથે તેજસ્વી યાદવને પણ પોતાની વાત જણાવી છે. ટિકિટ નહીં મળે તો તેઓ જનતાની સલાહ લઇને કોઈ નિર્ણય લેશે. જો મને ટિકિટ આપવામાં ન આવે તો તેનું મને ચોક્કસ કારણ જણાવવામાં આવે. ફાતમી કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. પહેલાં ચર્ચા હતી કે ફાતમી દરભંગાથી ચૂંટણી લડશે પરંતુ હવે ત્યાંથી આરજેડીના સિનિયર નેતા અબ્દુલ બારી સિદ્દીકી ચૂંટણી લડે તેવી ચર્ચા ચાલી રહી છે.

મહાગઠબંધનની ઓછામાં ઓછી ૧૧ બેઠકો પર તમામની નજર છે. એટલે કે ટિકિટ વહેંચણી પછી પણ મહાગઠબંધન સામે ઘણી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. સીટ શેરિંગ હેઠળ આરજેડી ૨૦, કોંગ્રેસ ૯, આરએલએસપી ૫, જીતન રામ માંઝીની પાર્ટી અને મુકેશ સહનીની પાર્ટીને ત્રણ-ત્રણ બેઠકો આપવામાં આવી છે. આ સાથે એલાન કરવામાં આવ્યું છે કે શરદ યાદવ આરજેડીના ચૂંટણી ચિહ્ન પર લડશે. આ ઉપરાંત આરજેડી પોતાના કોટાથી એક સીટ સીપીઆઈ (એમએલ)ને આપશે.

Previous articleબિકાનેર : અર્જુન મેઘવાલ હૈટ્રિક કરવા માટે તૈયાર છે
Next articleધરોઇ ડેમની મરમ્મતના કારણે ૨૩૧ ગામોને પાણી નહીં મળે