ઉધનામાં આવેલી રામકુટીર સોસાયટીમાં ધોરણ ૯ના વિદ્યાર્થીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ઉધના વિસ્તારમાં આવેલી રામકુટીર સોસાયટીમાં મૂળ યુપીનો પ્રેમ રામબહાદુર પ્રસાદ (ઉ.વ.૧૪) માતા-પિતા અને ભાઈ સાથે રહેતો હતો. પિતા ફર્નીચરના કારીગર છે. અને માતા સિલાઈ મશીન કારીગર છે.
પ્રેમ ઉધના હરીનગર ત્રણમાં આવેલી પવન નર્સરીનો વિદ્યાર્થી હતો. આજે માતા-પિતા કામ પર ગયા હતા. દરમિયાન બંને ભાઈ ઘરમાં એકલા હતા. મોટાભાઈએ શાળા અને અભ્યાસને લઈને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ તે ઘરની બહાર ચાલી ગયો હતો. ભાઈએ આપેલા ઠપકાથી માઠું લાગી આવતા પ્રેમે ઘરમાં જ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આકરું પગલું ભરી લીધું હતું.