મહેસાણા બેઠક પર ઉમેદવાર મામલે કમલમમાં ભાજપનું મંથન ચાલી રહ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રભારી ઓમ માથૂર સાથે ચર્ચા કરી.
ભાજપના ઉમેદવારની જાહેરાત મામલે નીતિન પટેલે જણાવ્યું કે ઉમેદવારો મુદ્દે કોઈ કોકડું ગૂંચવાયું નથી. ભાજપના બધા જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. જ્યારે આશાબેન મામલે કોઈ ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું. મહત્વનું છે કે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાની બેઠકને લઈને ભાજપના આગેવાનો દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તો આ સાથે લોકસભાની ચૂંટણી લડવા અંગે જણાવ્યું કે હું નારાજ નથી. અમે લોકોને મનાવીએ છીએ. ચૂંટણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે. પાર્ટી જે કોઈ ચહેરાને ટિકિટ આપશે તે નેતા ચૂંટણી લડશે. હાલમાં કોઇ ચર્ચાઓ ચાલી રહી નથી.