કારગિલ યુદ્ધમાં ડાબો પગ ગુમાવી ચુકેલા આર્મી મેજર ડીપી સિંહે નાસિકમાં પહેલી વખત સફળ સ્કાઈ ડાઈવિંગ કર્યું છે. તેમણે સાબિત કરી દીધું છે કે દિવ્યાંગ તેમના સાહસ અને મજબૂત ઈરાદાઓને કમજોર નહી કરી શકે. એક પગ ન હોવો તેમની નબળાઈ નથી. મેજર ડીપી સિંહને ભારતના અગ્રણી બ્લેડ રનર (કૃત્રિમ પગ વડે દોડનાર) તરીકે ઓળખવામાં આવે છે.