૧૬મી લોકસભામાં ૨૪૦ બિલ પસાર થયા, ૨૩ બિલ લટક્યાઃ એડીઆર રિપોર્ટ

454

હાલની ૧૬મી લોકસભાના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવેલા કુલ ૨૮૩ વિધેયકોમાંથી ૨૪૦ વિધેયકો પસાર થયા છે. સંસદના નિચલા ગૃહમાં ૧૦ વિધેયકો પરત લઇ લેવામાં આવ્યા જ્યારે ૨૩ વિધેયકો હજુ પેડિંગ છે. ચૂંટણી મોનિટરિંગ સંસ્થા એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે આ જાણકારી આપી છે.

૧૬મી લોકસભાની કુલ ૩૧૨ બેઠકોમાં સાંસદ સરેરાશ ૨૨૧ બેઠકોમાં ઉપસ્થિત રહ્યાં જ્યારે સરેરાશ ૨૫૧ પ્રશ્ન પુછવામાં આવ્યા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સુપ્રિયા સુલેએ સૌથી વધારે ૧,૧૮૧ પ્રશ્ન પુછ્યાં. પાર્ટીઓ પ્રમાણે જોવામાં આવે તો સૌથી વધારે પ્રશ્ન શિવસેનાના ૧૮ સાંસદો દ્વારા પુછવામાં આવ્યા. શિવસેનાના પ્રત્યેક સાંસદે સરેરાશ ૬૩૯ પ્રશ્ન પુછ્યા જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટીના બે સાંસદોએ સૌથી ઓછા સરેરાશ ૧૦ પ્રશ્ન પુછ્યા.

તેમજ હાજરીના મામલે ૧૬મી લોકસભામાં દિલ્હીના ૭ સાંસદોની સરેરાશ ઉપસ્થિતિ સૌથી વધારે રહી. તેઓ ૨૮૯ બેઠકોમાં હાજર રહ્યાં. જ્યારે છડ્ઢઇએ કહ્યું કે, નાગાલેન્ડના બે સાંસદોની ઉપસ્થિતિ સૌથી ઓછી રહી. તેઓ ૩૧૨ બેઠકોમાં સરેરાશ ૮૮માં ઉપસ્થિત રહ્યાં.

જ્યારે પાર્ટી પ્રમાણે જોવામાં આવે તો ઇન્ડિયન નેશનલ લોકદળના બે સાંસદોની સરેરાશ હાજરી સૌથી વધારે રહી, તેઓ ૨૬૪ બેઠકોમાં સામેલ થયા. દ્ગઁઁના બે સાંસદની ઉપસ્થિતિ સૌથી ઓછી રહી, તેઓ સરેરાશ ૮૫ બેઠકોમાં હાજર રહ્યા હતા.

Previous articleઢાકામાં ૨૨-માળના કમર્શિયલ ટાવરમાં ભયાનક આગ લાગી : ૧૭નાં મોત
Next articleસર્જિકલ સ્ટ્રાઇક, હવાઈ હુમલાનું સાહસ ચોકીદારે જ કર્યું છે : મોદી