આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે અમેરિકાનો યુએનમાં નવો પ્રસ્તાવ

507

પુલવામા આતંકી હુમલાના ગુનેગાર અને જૈશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં ભારતના મિશનને સફળતા મળી શકે છે. ચીન દ્વારા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ેંદ્ગજીઝ્ર)માં અડંગા લગાવ્યા બાદ હવે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના ખુદ આગળ વધીને તેના પર કામ કરવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય દેશો એ હવે ચીનને પાછળ છોડી બીજા સભ્ય દેશોથી પ્રસ્તાવ પર વાત કરશે અને સમિતિ પર દબાણ બનાવશે. આ સિવાય અમેરિકન વિદેશ મંત્રી એ ચીનના બેવડા વલણને લઇ ખખડાવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ આખી દુનિયાએ ભારતનું સમર્થન કર્યું હતું. ત્યારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને જ ેંદ્ગજીઝ્રમાં મસૂદ અઝહરની વિરૂદ્ધ પ્રસ્તાવ લાવવાની પહેલ કરી હતી. પરંતુ ચીનના અડિંગાના લીધે એ સફળ થઇ શકયું નહોતું.

હવે ફરી એક વખત ત્રણેય દેશ પ્રસ્તાવના ડ્રાફ્ટને આગળ વધારી રહી છે. આ પ્રસ્તાવ ેંદ્ગજીઝ્રના તમામ ૧૫ સભ્યોને આપ્યા છે અને સહમતિ બનાવાની કોશિષ કરાઇ રહી છે. જો આ પ્રસ્તાવ પર દેશોની સહમતિ બને છે તો મસૂદ અઝહર પર ટ્રાવેલ બેન, સંપત્તિ સીઝ થવા જેવી કાર્યવાહી થઇ શકે છે.

આ સિવાય અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો એ પણ ટ્‌વીટ કરીને ચીનને બરાબરનું ખખડાવ્યું છે. તેમણે લખ્યું કે એક બાજુ ચીન પોતાના દેશમાં મુસ્લિમોને પ્રતાડિત કરી રહ્યું છે, તો બીજીબાજુ એક ઇસ્લામિક આતંકી સંગઠનની સંયુકત રાષ્ટ્રમાં રક્ષા કરી રહી છે.

આપને જણાવી દઇએ કે ચીન આ સમિતિનું સ્થાયી સભ્ય છે, આથી તેની પાસે વીટો પાવર છે.

તેના લીધે તેઓ કોઇપણ પ્રસ્તાવને રદ્દ કરવાની ક્ષમતા રાખી છે, મસૂદ અઝહરના મામલામાં તેને ૪ વખત આવું કર્યું છે. જો કે વાત એમ છે કે નિયમ એ પણ કહે છે કે જો સમિતિના સ્થાયી સભ્યો સિવાય અન્ય અસ્થાયી સભ્ય પણ કોઇ મુદ્દા સહમત થઇ જાય તો પ્રસ્તાવ પાસ કરી શકા છે. એવામાં ફરીથી તોઇ એક સભ્યની નારાજગી કામ કરશે નહીં.

Previous articleમોદી ૫ વર્ષથી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે : ઉર્મિલા
Next articleજમ્મુ કાશ્મીર : પાંચ ખૂંખાર આતંકવાદીઓને ઠાર મરાયા