એક પછી એક ક્ષેત્રમાં તબક્કાવાર સંશોધન અને સુગમતા થતી રહે છે. કૃષિ ક્ષેત્રે પણ ગઈકાલ સાથે આજ અને આવતીકાલ સંબંધે સુધારા વધારા થતા હોય છે. ગામડામાં ખેતીવાડી સાથે ઘણા અવનવા અખતરા અને સફળ પ્રયોગો થઈ રહ્યાં છે. ઈશ્વરિયા ગામના ખેડૂત દ્વારા જુના બળદગાડા રેંકડાના બળદના સ્થાને છકડો જોડીને કૃષિ પરિવહનમાં કોઠાસુઝ વાપરી છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીમાં આવા કેટલાયે ઉપકરણો સાધનો કોઠાસુઝથી કામમાં લેવાઈ રહ્યાં છે.