માત્ર હુ નહીં પણ મારો સહ પરિવાર ભાજપના હિન્દુત્વ રંગે રંગાઈ ગયા છીએ, છુ અને હંમેશા રહીશ, સોશયલ મીડીયામાં હું ટીકીટને લઈને કોંગ્રેસમાં જોડાવાની અફવાનું રોષ સાથે ખંડ કરતા હિરાભાઈ સોલંકી.
રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં હમણા ચૂંટણીનો તોડજોડના માહોલમાં હિરાભાઈ સોલંકીને અમુક લોકોએ ચાકડે ચાડવ્યા કે પ્રથમ હિરાભાઈને ભાવનગરથી ભાજપ લડાવશે અને ત્યા ભારતીબેનને લોકસભા ટિકિટ મળતા હવે લોકોએ મન ફાવે તેવા નિવેદનો સોશિયલ મિડિયામાં ફરતા કર્યા છે કે હવે હિરાભાઈ જુનાગઢ સીટ ઉપરથી ભાજપ લડાવશે અને ભાજપ ટિકિટ નહીં આપે તો હિરાભાઈ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમા જોડાશે તો હિરાભાઈનું પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટે નિવેદન લેતા હિરાભાઈ સોલંકીએ રોષ ઠાલવતા તેના નિવેદનમાં કહેલ કે માત્ર હું એક નહીં પણ અમારો પરિવાર ભાજપનો રૂણી છે ભાજપમા હતો, છું, ને જીંદગી પર્યત રહીશ/ ખુબ આપ્યું છે અમારા પરિવારને ભાજપે અને અમારા બ્લડમાં સદાય હિન્દુત્વનું લોહી વહે છે એ માટે કોઈ સવાલ જ નથી કોંગ્રેસમાં જવાનો આવી અફવાનું હિરાભાઈએ રોષ સાથે ખંડન કર્યું છે હું ભાજપ પાર્ટીનો એક સેનિક છું મને પાર્ટી હુકમ કરશે તે સેવા કરવા તૈયાર છું. અને તમામ બાબરીયવાડની જનતા માટે ર૪ કલાક દરવાજા ખુલ્લા છે તેમ અંતમા કહેલ.