જાફરાબાદના હેમાળ ગામની જનતા ૧૦ દિવસથી તરસી

627

જાફરાબાદના હેમાળ ગામે છેલ્લા ૧૦ દિવસથી પીવાનું પાણી બંધ થતા સરપંચ મયલુભાઈ ખુમાણે પાણી પુરવઠા બોર્ડને આપી ચિમકી હતી.  પ૦૦૦ની ગામ જનતા ત્રાહીમામ પાણીના ટાંકા શોભાના ગાંઠીયા બન્યા છે.

જાફરાબાદના પ૦૦૦ની વસ્તી ધરાવતા ગામ હેમાળમાં છેલ્લા ૧૦ દિવસથી પીવાનું પાણી બંધ થતા લોકો પીવાના પાણી માટે આમથી તેમ ભટકતા થઈ ગયા છે. છતાં માણસ માટે કે પશુધન માટે કોઈ સુવિધા તંત્ર દ્વારા ન કરાતા આખરે ગામ લોકો વતી સરપંચ મયલુભાઈ ખુમાણે પાણી પુરવઠા બોર્ડને ઉપર લેવલે રજુઆત કરી કે જો બે દિવસમાં હેમાળ ગામની જનતાને પીવાનું પાણી નહીં મળે તો જનતા તંત્ર સામે આકરા પાણીએ જઈ રોડ ચક્કાજામ સાથેના ચક્રો ગતિમાન થયા છે અને કહેવાય છે. પાણીની પાઈપલાઈન તુટી ગઈ છે, તો તંત્ર દ્વારા પીવાના પાણીના ટાંકા શરૂ કરાવો તેમ મયલુભાઈ ખુમાણ દ્વારા ગંભીર રજુઆત કરાઈ છે.

Previous articleજાફરાબાદની દિવ્યમ પબ્લીક સ્કુલનો પ્રથમ વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવાયો
Next articleભુખરીયા રોડ પર આવેલ ચેકડેમથી જળસંગ્રહ અભિયાનનો થયેલો પ્રારંભ