રાજુલા તાલુકાના ૧૩ ગામના ખેડુતોને સિંચાઈનું પાણી ન મળતા આચાર સંહિતાનો ભંગ, શહેરમાં હલ્લાબોલ ચક્કજામ ધાતરવડી ડેમ(૧) પહોંચીને કર્યો વિરોધ ખેડુત પોલીસ સાથે ચકમક ખેડુતો સમજાવટથી ડખ્ખો શાંત પાડ્યો.
રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ (૧)ના તળીયા દેખાવા મંડયા સિંચાઈનું પાણી બંધ કરતા ૧૩, ગામના ખેડુતોએ ડેમ ઉપર ધસી જઈ ખેડુત આગેવાનો રમેશભાઈ વસોયા, દિલિપભાઈ સોજીત્રાની આગેવાનીમાં ડેમના વાલ ખોલવાનો કરેલ પ્રયાસ પોલીસ ઘટના સ્થળે, ખેડુતોએ રાજુલા શહેરમાં કર્યો રોડ ચક્કજામ પોલીસ ખેડુત વચ્ચે ચકમક અંતે આચાર સંહિતા બાબતે સમજાવટથી જામી પડેલ ડખ્ખો શાંત પડ્યો ખેડુતો પાસેથી સિંચાઈ વિભાગે પાક મોલાત માટે ૪ વખત સિંચાઈનું પાણી આપવાના કાર સાથે ખેડુતો પાસેથી રૂપિયા પણ ઉધરાવી લીધેલ હોય અને પાણી બંધ કરતા ૧૩ ગામના ખેડુતો રોષે ભરાયા શહેરમાં ટ્રાફિક જામ કરાયો હતો એક તબકકે તંત્ર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની ધમકી પણ અપાઈ હતી. ધારાસભ્ય અંબરીષભાઈ ડેરા પણ સવનિય ભંગની ચેતવણી ઉચ્ચારી હતી. તેઓ પણ પાણીનો પ્રશ્ન હલ કરી શક્યા ન હતા છેવટે ઉશ્કેરાયેલા ખેડુતોએ આ આંદોલનનો રાહ પકડ વો પડ્યો હતો.