ભાવનગર-બોટાદ સહિત ૧૧ ઘરફોડ ચોરીનો આરોપી સરોડ ગામેથી ઝડપાયો

864

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સેસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અનિરૂધ્ધસિંહ ગોહિલની  બાતમી હકિકત આધારે ઘરફોડ ચોરીઓના ૧૧ ગુન્હાઓમાં વોન્ટેડ આરોપી રણજીત ઉર્ફે બોળીયો રામજીભાઇ પરમાર/દે.પુ. ઉ.વ. ૨૪ રહેવાસી શક્તિનગર જામવાળીરોડ વાડી વિસ્તાર પાલીતાણાવાળાને સરોડગામ  પાલીતાણા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. મજકુર આરોપી ભાવનગર જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં તથા બોટાદ જીલ્લામાં તથા રાજકોટ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુન્હા મળી કુલ ૧૧ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં વોન્ટેડ છે.  આરોપી અગાઉ પણ ભાવનગર, બોટાદ અને રાજકોટ જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ છે. આરોપી રીઢો અને ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળો છે.  આરોપી તેના સાગરીતો સાથે મળી રાત્રીની ઘરફોડ ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડીસ ધરાવે છે    મજકુર આરોપી ઉપરોકત ગુન્હાઓ ઉપરાંત ગુજરાત રાજયના અન્ય પોલીસ સ્ટેશનો માં ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં વોન્ટેડ હોવાની શકયતા હોય જે બાબતે વધુ તપાસ ચાલુ છે. મજકુર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.

Previous articleભાવનગરમાં પ્રથમ દિવસે ર૧ ઉમેદવારી ફોર્મનો ઉપાડ : એકપણ ફોર્મ ભરાયું નહીં
Next articleકેટરીના અને વિકી કોશલ વચ્ચે મિત્રતા વધુ મજબુત