ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે રોમાંચક મેચોના દોર વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ ખેલાશે. બંને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે જેથી મેચ જોરદાર બને તેવી શક્યતા છે. ગેઇલ અને રોહિત શર્મા તથા મિલર ઉપર તમામની નજર રહેશે. આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળશે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. બંને ટીમો નીચે મુજબ છે.
કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન, અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ