ગાંધીનગર સ્થિત કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી.કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીઍ) નાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ માટે કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓનાં અભ્યાસની સાથે-સાથે કોર્પોરેટ જગત નો પ્રાયોગિક અનુભવ થાય એ હેતુથી કોર્પોરેટની મુલાકાત તેમજ તાલીમ અને ત્યારબાદ જોબ પ્લેસમેન્ટ જેવા કાર્યક્રમો કોલેજ સતત કરતી રહે છે. તેમજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ-જગત સાથે સતત તાદાત્મ્ય જાળવી રાખે છે. બીબીઍ નાં ૧૯ વિદ્યાર્થીઓ ની ઉપરોક્ત પ્રતિષ્ઠિત કંપની માં ઈન્ટરવ્યું આપ્યા હતા જેમાંથી ૧૨ ની પસંદગી થઇ હતી. ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવા માં આવે છે. જેથી વિદ્યાર્થીઓ કોર્પોરેટ વાતાવરણ માટે તૈયાર થઇ વિવિધ ક્ષેત્રે કંપનીઓ માં કાર્યરત થઇ શકે.
પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના દ્વારા કંપની ને આમંત્રિત કરવા માં આવી હતી.તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન કર્યું હતું.કંપની તરફથી નીલોફર મેડમ (એચ-આર. હેડ ગુજરાત) દ્વારા સંપૂર્ણ સહકાર સાંપડ્યો હતો. તેમજ કંપની તરફ થી પ્રસન્ન શુક્લા ટેલેન્ટ એક્વેજીશન તેમજ અપર્ણા અવસ્થી એચ. આર. મેનેજર ને કાર્યક્રમ માં આવકાર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ ને કંપની ના અધિકારી દ્વારા ઇન્ટર્નશીપ માટે ના મહત્વપૂર્ણ મુદ્દાઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કંપની વિષેની ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓ ને આપવામાં આવી હતી.
જેમાં માર્કેટ,ઇન્સટ્રુમેંટ, એડમિનિસ્ટ્રેશન, બેક ઓફીસ, આઈ.ટી. વિભાગ, પ્રોડક્શન વિભાગ, માર્કેટ વિભાગ બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જેમાં તેઓ આગામી ૩૦ દિવસ કાર્ય કરી અનુભવ મેળવશે. વિદ્યાર્થીઓ ની પ્રી ઇન્ટર્નશિપ તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓ ને આગામી ૩૦ દિવસ માં તેઓને ઇન્ટર્નશિપ દરમ્યાન જે કાર્ય વિશેષ સોંપવા માં આવે તેના તમામ પાસાઓ ની સમજ અહીં તાલીમ દરમ્યાન ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.