સાંતલપુર તાલુકાના કિલાણા વરણોસરી ઝઝામ વાવડી રામપુરા કોરડા મઢુત્રા જામવાળા આ ગામડાઓને સિંચાઇ સાથે પીવા પણ કચ્છ બ્રાન્ચ કેનાલને આધારિત હતા પણ તાંજેતરમા કેનાલનુ પાણી બંધ કરી દેવાતા ૧૬ ગામોમાં પીવાના પાણીના પ્રશ્ન ઉઠ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ટેન્કર સુવિધા શરૂ કરી છે ગામમાં ટેન્કર આવતા પાણી ભરવા માટે લોકો પડાપડી કરતા હોય છે કારણે કે બે ટેન્કરની જરૂર સામે એક ટેન્કર આપવામાં આવે છે. સાંતલપુરના ફાંગલી ગામ સરપંચ જેસંગભાઈ આહીર જણાવ્યુ કે ગામમાં બે ટેન્કર પાણીની જરૂર છે અને પાણી પુરવઠા અધિકારી માત્ર એક ટેન્કર ૯૦૦૦ લીટર પાણી આપે છે. જ્યારે વરણોસરી કરસનજી જાડેજા જણાવ્યુ કે કેનાલ ચાલુ થાય તો જ આ વિસ્તારમાં પાણી પૂરું પડી શકે જો કેનાલ ચાલુ નહીં થાય તો આ વિસ્તારના લોકોને હિજરત કરવાનો વારો આવશે. માણસોને તો ટેન્કર દ્વારા પીવાનું પાણી મળશે મૂંગા પશુઓનો શું તેવા પ્રશ્નો આ વિસ્તારના લોકો ઉઠવા પામ્યા છે.
Home Gujarat Gandhinagar સાંતલપુરના ૧૬ ગામો પાણી ટેન્કરો દોડવા લાગ્યા, ટેન્કર આવતાં પાણી માટે પડાપડી