યમુનાના એક્સપ્રેસ વે ઉપર બસ દુર્ઘટના : ૮ મોત, ૩૦ ઘાયલ

480

યમુના એકસપ્રેસ વે પર આજે સવારે યાત્રીઓની ભરચક એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. સાથે સાથે આઠ લોકોના મોત પણઁ થયા હતા. ઘાયલ થયેલા ૩૦ લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ યાત્રીઓને જેવરના કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સવારે પાંચ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઇ હતી. પુરજોશમાં જતી બસ એક કન્ટેનરમાં ઘુસી જતા આ દુર્ઘટના થઇ હતી. ગુર્ઘટના એકટલી પ્રચંડ હતી કે તેમાં બસને ભારે નુકસાન થયુ હતુ. બસના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.

મળેલી માહિતી મુજબ બસ આગરાથી ગ્રેટર નોયડા તરફ જઇ રહી હતી. બનાવને લઇને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યુ છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોને તમામ જરૂરી સારવાર આપવા માટે કહેવામાં આવ્યુ છે. પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી હતી. બસ દુર્ઘટનાને હાલની   સૌથી મોટી દુર્ઘટના તરીકે ગણવામાં આવે છે.

Previous articleત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવા માટે પાકિસ્તાન ઉપર દબાણ વધ્યું
Next articleમોદી વારાણસીના કોઇપણ ગામમાં ગયા નથી : પ્રિયંકા