મોદી દેશના ૫૦૦ સ્થળો પર લોકો સાથે સીધો સંવાદ કરશે

1012

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આજે માહિતી આપતા કહ્યું હતું કે, ૩૧મી માર્ચે સાંજે પાંચ વાગે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ૫૦૦ અને ગુજરાતના ૫૦ સ્થાનો ઉપર મેં ભી ચોકીદારના વિચાર સાથે લાખો લોકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે સીધો સંવાદ કરશે. મોદીએ ભારતને મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં માન સન્માન અપાવ્યું છે. ગાંધી પરિવારે દેશના શાસન પર ૪૮ વર્ષ સુધી કબજો રાખીને ભ્રષ્ટાચાર કર્યો હતો. બોફોર્સ કૌભાંડ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ, નેશનલ હેરાલ્ડ કેસ, વાઢેરા જમીન કૌભાંડ જેવા મામલા હજુ પણ આવી રહ્યા છે. ગાંધી પરિવાર ભ્રષ્ટાચાર કેસમાં જામીન ઉપર છે ત્યારે આખું ગાંધી પરિવાર મહાચોર છે તેમ કહેવાની અમને ફરજ પડે છે. ગુજરાત ભાજપા પ્રવકતા ભરત પંડયાએ તા.૩૧મી માર્ચના “મેં ભી ચોકીદાર” કાર્યક્રમ અંગે કરવામાં આવેલી સુરત ખાતેની પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ૨૦૧૪ લોકસભામાં વિજયી બન્યાં પછી નરેન્દ્ર મોદી હું પ્રધાનમંત્રી નહીં, પરંતુ દેશનો પ્રધાનસેવક, પ્રથમ સેવક છું. પ્રજા સમક્ષ તેમ કહીને કામ શરૂં કર્યું હતું. આજે ૫ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે. ૫ વર્ષના ટૂંકા ગાળામાં ઘણાં વિરાટ કાર્યો કર્યાં છે.

દેશમાં ૧૦ કરોડ પરિવાર એટલે ૫ કરોડ લોકોને આયુષ્યમાન (પ્રધાનમંત્રી મોદી કેર) દ્વારા મેડીકલ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. ખેડૂતોને એમએસપી (ટેકાના ભાવો) દોઢ થી બે ગણાં ભાવ આપવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી ૧૨ કરોડ સન્માનનિધી દ્વારા ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ નાંખવાની શરૂઆત કરી દીધી છે. દેશમાં શૌચાલય ૯ કરોડ બનાવ્યાં છે. ઉજ્જવલા યોજના હેઠળ ૬ કરોડ ગેસ કનેકશન આપવામાં આવ્યાં છે.

(૬૦ વર્ષમાં ૧૩ કરોડ અને ૫ વર્ષમાં ૧૨ કરોડ કનેકશન) દેશમાં ૨.૫ મહિલાઓના નામે ઘરનું ઘરમળ્યું છે. મુદ્રા – ૧૬ કરોડ લાભાર્થીઓને લોન મંજૂર કરવામાં આવી છે જે હેઠળ ૪.૨૫ લાખ નવી સ્વ રોજગારી ઉત્પન્ન થઈ છે. આ લાભાર્થીઓ માટે ૭ લાખ કરોડ ચૂકવ્યા છે.

દેશની સુરક્ષા માટે ઉરી, પુલવામા – આતંકવાદી ઘટના પછી દેશની જનતાની લાગણી સાથે રહીને આતંકવાદ સામે આક્રોશ વ્યકત કરીને પાકિસ્તાનમાં જઈને આપણા સૈનિકોએ સર્જીકલ અને એરસ્ટ્રાઈક દ્વારા  આતંકવાદીઓ અને તેના અડ્ડાનો સફાયો કર્યો છે. આમ, નરેન્દ્ર મોદીએ પોતાની ઈચ્છાશક્તિ, નિર્ણયશક્તિ અને કાર્યશક્તિથી વિકાસ દ્વારા “દેશ આગે બઢ રહા હૈ” ની પ્રતિતિ સાથે ભારતને મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં માન-સન્માન ગૌરવ અપાવ્યું છે.

Previous articleરૂપાણી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે કરેલ ફરિયાદ
Next articleહાર્દિક ચૂંટણી નહીં લડી શકે : સજા ઉપર સ્ટે મુકવાનો કોર્ટનો ઇનકાર