રાજુલા નાગરિક બેંકની ૪૬મી વાર્ષિક સાધારણ સભા હાલના પ્રમુખ લાલભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળી સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી અને ભાજપ નગરપાલિકા પ્રમુખ, કોંગ્રેસ બાબુભાઈ રામ દ્વારા બેંકની કારકીર્દીના વખાણ થયા.
રાજુલા નાગરિક બેંકની ૪૬મી વાર્ષિક સાધારણ સભા હાલના બેંકના પ્રમુખ લાલભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળી જેમાં બેંકના સભાસદો કોંગ્રેસ ભાજપના એકં સાથે સંપથી બેંકની કારકિર્દીના વખાણ થયા જેમાં સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીની ખાસ ઉપસ્થિતિ રહી અને નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, કોંગ્રેસ આગેવાન બાબુભાઈ રામ, ભાનુ દાદા રાજગોર તેમજ નગરપાલિકા અને બેંકના ડીરેકટર મહેન્દ્રભાઈ ધાખડા દ્વારા બેંક વિષે વિસ્તૃત માહિતી જેવી કે આ બેંકના મેનેજર જીગ્નેશભાઈ જોષીના જણાવ્યા મુજબ બેંકે ગત વર્ષમાં બેંકની થાપણોમાં ૧૧.રપ કરોડ તથા ધીરણ પ.૩પ કરોડ તથા ગ્રોસ નફો ર૯.૧પ લાખ અને બેંકનું નેટ એન.પી.એ. પ%થી નીચે તેમજ બેંકે સતત ઓડીટ વર્ગ અ જાળવી રાખી સતત વિકાસ કરી રહ્યાની માહિતી આપાઈ હતી. તેમજ સ્વાગત વિધી બેંકના ડીરેકટર દિનેશ ભાઈ પારેખ દ્વારા કરવામાં તેમજ બેંકની માહિતી ડીરેકટર નીતિનભાઈ પંડયાએ નોટબંધી પુર્વે સ્ટાફની સરાહનીય કામગીરીના વખાણ કરેલ તેમજ બેંકના ડીરેકટરો બાબભાઈ કોટીલા, પ્રવિણભાઈ જોષી, જુસબભાઈ ભોકીયા, વિનુભાઈ પટેલ સહિત તમામ સભાસદોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ નાગરિક બેંક દ્વારા હીરાભાઈ સોલંકીના હસ્તે એક સભાસદને નાગરિકના સિમ્બોલ વાળી બેગ ભેટ અપાઈ હતી જે આગામી સમયમાં બેંકના તમામ સભાસદોને ભેટ સ્વરૂપે અપાશે તેમજ આ તકે નાગરિક બેંકના સ્થાપક સ્વ. બાલુ દાદાને યાદ કરતા ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઈ વોરા તેમજ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, ચેરમેન દિલીપીભાઈ જોષીએ બેંકને શુભેચ્છા પાઠવી હતી.