આશા બહેનો સર્ગભામાતાઓ અને બાળકો માટે આર્શીવાદરૂપ સમાન

922
guj612018-3.jpg

ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા આયોજીત જિલ્લાકક્ષાનું આશા સંમેલન આજે કોડીનાર કોળી સમાજની વાડી ખાતે યોજાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મણીબેન રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ આશા સંમેલનમાં તાલુકા દિઠ એક સર્વશ્રેષ્ડ આશા ફેસીલીટેટર અને પ્રા.આ.કેન્દ્ર દિઠ એક સર્વશ્રેષ્ઠ આશા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ સંમેલનમાં વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકાની આશા બહેનોની ટીમની આરોગ્યલક્ષી પ્રશ્નોતરી યોજાઈ હતી. જેમાં આશા બહેનોએ સકારાત્મક સચોટ પ્રશ્ર્‌નોનો જવાબ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્માએ જણાવ્યું હતું કે, આશા બહેનો દ્રારા સર્ગભામાતાઓ અને બાળકોના આરોગ્યની ચિંતા કરી ઘરે ઘરે જઈ આરોગ્યની જાણકારી મેળવી સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. માતા જેટલી બાળકની કાળજી લે છે એટલી જ કાળજી આજની આશાબહેનો પણ લે છે અને બહેનો દ્રારા માતાઓને પોષણક્ષમ આહાર પહોંચાડવામાં સહભાગી થાય છે. જેથી આશા બહેનો સર્ગભામાતાઓ અને બાળકો માટે આર્શીવાદરૂપ સમાન બની છે. જિલ્લા પંચાયત પ્રમુખ મણીબેન રાઠોડે મહિલાઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, આશા ફેસીલીટેટર અને આશા બહેનોના સહયોગ થી ઘણી સર્ગભામાતાઓ અને બાળકોને સારી આરોગ્ય સારવાર મળી છે.

Previous articleસમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ : ગ્લોબલ પાટીદાર સમીટનો ગાંધીનગરમાં પ્રારંભ
Next articleબાઢડા ધામે ભીખારામબાપુની ૩૧મી પૂણ્યતિથિની ઉજવણી