રાજુલાના વૃંદાવન બાગ રામપરા દ્વારા બાલાદાસ બાપુની પાંચમી પુણ્યતિથિ તેમજ અભિનંદન સમારોહ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ. વૃંદાવન બાદ એટલે શિક્ષણિક વિદ્યાલય ગૌશાળા છાત્રાલય તેમજ મન સત્રની પ્રવૃત્તિઓથી મહેકતું કેન્દ્ર અહીં તમામ વહીવટ અધયક્ષની મોહી અખાડાના મહંત રાજેન્દ્ર બાપુ મોટું આયોજન કરી રહ્યા છે. આ પ્રસંગે સૌરાષ્ટ્રભરના તેમજ પરપ્રાંતના સંતો-મહંતો ગો પ્રતિપાલક મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર અમદાવાદ, પરમ પુજય મહંત નિરમા મહામંડલેશવર કબીર રામ બાપુ દુધરેજ સુરેન્દ્રનગર, મહામંડલેશ્વર ૧૦૦૮ નિર્મળા બાબા પાળિયાદ ધામ, વસંત બાપુ હરિયાણી અખેગઢ, મહામંડલેશ્વર શેરનાથબાપુ જુનાગઢ, મહામંડલેશ્વર, ભારતી બાપુ જુનાગઢ, રઘુનંદન દાસ બાપુ ભાવનગર ધનસુખ નાથ બાપુ ઠવિવીરડી બીજલ ભગત ખાંભલીયા જીણા રામ બાપુ મોંઘીમાની જગ્યા સીહોર, શત્રુ૩નદાસ મહારાજ લાલદાસ બાપુની પમી પુણ્યતિથિ આ કાર્યક્રમને બિરદાવવા અને અતિથિ વિશે મોરારીબાપુ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ રામપરા ગ્રામજનો તેમજ લાલદાસબાપુનો સેવકગણ તેમજ દાતાઓ આ કાર્યક્રમમાં જીકારભાઈ રામભાઈ લખણોત્રા, દુલાભાઈ વાઘ, લક્ષ્મણભાઈ વાઘ, નકાભાઈ લાખણોત્રા સનાભાઈ સરપંચ રામપરા, લાલભાઈ બાધાભાઈ વાઘ કોવાયા સરપંચ બાઉરામ ટપભાઈ સોમભાઈ વાઘ સહિત ભારે જહેમત ઉઠાવીર હ્યા છે. રામપરા ગામમાં ધાર્મિક વાતાવરણ ખડું થઈ રહ્યું છે. તેમજ વધુમાં રાજેન્દ્ર બાપુએ જણાવ્યું કે પ્રયાગરાજ કુંભમેળો મહામંડલેશ્વરપદ અભિષેક કરવામાં આવશે.