ઠળિયા ગામે રાપીર મિત્ર મંડળ- ઠળિયા દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કૃષ્ણ જન્મની ઉજવણી ભવ્યાતાથી કરવામાં આવી. ઠળિયા ગામે તા. રપ-૩-૧૯થી ચાલી રહેલી ભાગવત કથામાં શાસ્ત્રી યેજ્ઞશદાદા (નૈપાવાળા)એ દિગમુડ કરી દીધા હતાં અને કૃષ્ણને ગાય ખુબ જ વહાલી હતી અને ગાયના દુધમાં ખુબ જ તાકાત હોય છે. ગાયના દુધ, છાણ, અને ગૌમુત્રથી તમામ પ્રકારના રોગવો જેવા કેક ેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ, વા, આવા અનેક રોગો મટી જાય છે. તેમજ તેમણે આગળ દોરહાવ્યું કે. દેશી અથવા ગીર ગાયના દુધમાં સવારમાં ઘી નાખીને પતિ-પત્નિ પીવે તો તેમને સંતાન ન થતા હોય તો સંતાન પણ થાય છે. અને આ આર્યાભિષેકમાં લખેલું છે અને વર્ણન છે. અને અજ્ઞાન છે તે પુતના છે. તેમજ શાસ્ત્રીદાદાએ તેમને ભેટ પુજામાં ગીતાના અધ્યાયનું વાંચન માગ્યું અજ્ઞાન માણસને ગમે ત્યાં લઈ જાય છે. અજ્ઞાનીને મતિ ફરતા વાર ન લાગે આ શ્રીમદ ભાગવત કથામાં તમામ પ્રસંગો ખુબ જ ઉત્સાહથી ઉઝવાઈ રહ્યા છે અને આ રામાપીર મંડળના તમામ સભ્યો ખુબ જ સારી રીતે જહેમત ઉઠાવી રહ્યા છે. તથા ગામના પણ ભાઈ-બહેનો સેવામાં જોડાયા છે.