એરપોર્ટ વી.પી. સોસાયટીના લતાઓમાં પીવાના પાણીનો દેકારો
ભાવનગર એરપોર્ટ વિસ્તારમાં આવેલ વી.પી. સોસાયટી પાસે લતાઓમાં પીવાના પાણીનછી રાડ ઉભી થતા લતામાં ઓછુ પાણી મળે છે. ઉનાળાના દિવસોમાં અમે હેરાન થઈ રહ્યા છીએ. તેવી ફરિયાદો સાથે લતાના ભાઈ-બહેનોનું એક પ્રતિનિધિ મંડળ મેયરને મળ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ રાજુભાઈ પંડય (દામુ) હાજર રહ્યા હતાં. વોટર વર્કસ અધિ.ને બોલાવી લોકો માટે પાણીની સગવડ કરવા સુચનાઓ આપી હતી. ઉનાળો શરૂ થતા પીવાના પાણીની હરકતો ઉભી થવા લાગી છે.
કારોબારી મળી બે તુમારો પાસ
ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના પ્રમુખ પદેમ ળેલ બેઠકમાં બે તુમારો રિએ કરવાના પાસ કરાયા હતાં. બેઠકમાં રાજુભાઈ પંડયા, ઉષાબેન તનરેજીયા, ગીતાબેન બારૈયા, ત્રિવેદીબેન વિગેરે હાજર રહ્યા હતાં.
મહાપાલિકા કર્મચારીઓને ચૂંટણી કામના ઓર્ડરો થયા
ભાવનગર મહાનગરપાલ્કા જુદા-જુદા વિભાગોના કર્મચારીઓને ચૂંટણીના કામે ચૂંટણી વિભાગ દ્વારા ઓર્ડરો થયા છે. તા. ૩૧મીના રોજ કેટલાકં કર્મચારીઓને તાલીમમાં પણ મોકલી દેવાયા છે.
હલુરીયાથી ઘોઘાગેટના રસ્તે કચરાનો ભરાવો
ભાવનગર શહેરના હલુરીયા ચોક કોર્ટ રસ્તાથી ઘોઘાગેટ ચોક સુધીમાં ભારે કચરો રહેતા આવો કચરો વાળવા લોક માંગ ઉઠવા પામી છે. ઘોઘાગેટ મુતરડી પાસે પણ રસ્તાની ફુઢટપાથો પર કચરો ઉભરાતા આવા ગંદા કચરાને કારણે લોકોમાં સ્વચ્છતા કાર્ય મુદ્દે ભારે ચર્ચા ઉભી થઈ રહી છે.
બાકી રિકવરીનું કામ ધીમુ પડ્યું
ભાવનગર મહાનગરપાલિકાનો બાકી ટેક્ષ વસુલવા તંત્ર દ્વારા રિકવરી ટીમ બનાવી છે. આવી ટીમો બાકી ઉધરાણીનો કરવા જાય છે. નોટીસો આપે છે. જપ્તીની કાર્યવાહીઓ થાય છે. પરંતુ સેવા સદન પાસે ઓછો સ્ટાફ અને તેમાં પણ કર્મચારીઓને ચૂંટણી કામે લગાડતા રીકવરીનું કામ ધીમું પડ્યાનું જાણવા મળે છે.