ભાવનગર પ્રેસ કલબના ઉપક્રમે એકસેલ ક્રોપ કેર લી.ના યજમાન પદે આજે પત્રકારો માટે મોટીવેશન સેમિનાર તથા ભાવનગરના ત્રણ વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ હોટલ શેફરોન ખાને ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી આધ્યાત્મસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ભાવનગરના ત્રણ વરિષ્ઠ પત્રકારો મહેન્દ્રભાઈ ગોહિલ, ભુપતભાઈ દાઠીયા અને હિંમતભાઈ ઠકકરનું આધ્યાત્મ સ્વરૂપ સ્વામી તેમજ અક્ષરવાડી ભાવનગરના કોઠારી ત્યાગરાજ સ્વામીના હસ્તે મોમેન્ટો તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સન્માનિત વરિષ્ઠ પત્રકારો ભુપતભાઈ દાઠીયા તેમજ મહેન્દ્રભાઈ ગોહિલે તેમના પ્રતિભાવો આપ્યા હતા અનેત ેમના કાર્યકાળમાં બનેલા સંસ્મરણો વાગોળ્યા હતાં.
આ પ્રસંગે કોઠારી આધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ તેમના પ્રવચનમાં પત્રકારોની ખુબ જ મોટી જવાબદારી હોય છે. તેઓ તેમના પરિવારને પણ સમાજના કામ માટે થઈને સમય ફાળવી શકતા નથી. તેમણે જણાવેલ કે પત્રકારો સમાજમાંથી સુંઘીને સમાચાર શોધી શકે. તેઓને સાભળવા કરતા પુછવાની અને જાણવાની વધારે સેન્સ હોય છે. પત્રકારોનું કામ આમ જનતા, સમાજ અને સંસ્થાઓના પ્રશ્નોને યોગ્ય વાચા આપવાનું છે. સામાજીક, શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક ઉત્થાન કરવાનું કામ પત્રકારોનું છે.
સ્વામીજીએ પત્રકારોને પ્રજાના પ્રશ્નોને સમાચારના સ્વરૂપે ન્યૂઝ અને વ્યુઝ સાથેના સમાચારોને પરખવાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. અને હકારાત્મક અને આપવાની વૃત્તિ કેળવવી જરૂરી હોવાનું જણાવેલ પત્રકારોએ બીજા માટે કંઈક કરી છુટવાની ભાવના કેળવવા શીખ આપી હતી. આ પ્રસંગે તારકભાઈ શાહ, બકુલભાઈ ચાતુર્વેદી, વિપુલભાઈ હીરાણી, નિતિનભાઈ સોની, સુરેશભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઈ ચુડાસમા, જયેશભાઈ દવે, જયેશભાઈ શુકલ, કિરણભાઈ ગોહિલ, અજીતભાઈ ગઢવી, અરવિંદભાઈ ભટ્ટી, કશ્યપભાઈ દવે સહિત પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મીડીયાના પત્રકારો ઉપસ્થીત રહ્યા હતાં.