તા. ર૩મી એપ્રિલના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થતા બે દિવસથી ઉમેદવારી પત્રોનો ઉપાડ થઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યુ ન હતું.
ભાવનગર-બોટાદ લોકસભા બેઠક માટે ર૩ એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે તા. ર૮ માર્ચથી ઉમેદવારી પત્રો ઈસ્યુ કરી સ્વીકારવાનો પ્રારંભ થયો છે. જેમાં ગઈકાલે પ્રથમ દિવસે વિવિધ પ્રાદેશિક પક્ષો અને અપક્ષો મળી ૧ર લોકોએ ર૧ ફોર્મનો ઉપાડ કર્યો હતો. જયારે આજે બીજા દિવસે પણ ૧૯ ફોર્મનો ૧૦ લોકોએ ઉપાડ કર્યો હતો.
આજે બીજા દિવસે નેશનાલીસ્૭ કોંગ્રેસ પાર્ટીમાંથી શૈલેષભાઈ શંકરલાલ દવેએ બે ફોર્મ, અપક્ષમાંથી યશવંતરાય ઓધવજીભાઈ મહેતાએ ૧ ફોર્મ, ભાજપમાંથી ભારતીબેન ધીરૂભાઈ શિયાળે ૪ ફોર્મ, સાગરભાઈ ભુરાભાઈ સીતાપરાએ અપક્ષમાંથી બે ફોૃમ, પ્રફુલભાઈ એચ. મોરી એપક્ષમાંથી ૧ ફોર્મ, સમાન અધિકાર પાર્ટીમાંથી અજય રામરતનસિંહ ચૌહાણે બે ફોર્મ, બાલાલ મારૂએ અપક્ષમાંથી ૧, ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણે અપક્ષમાંથી બે, વનરાજભાઈ એમ માંકડે અપક્ષમાંથી બેતેમજ નિલેષ પોપટભાઈ પંડયાએ અપક્ષમાંથી બે ફોર્મ ઉપાડતા આજના દિવસે ૧૦ લોકોએ ૧૯ ફોર્મ ઉપાડ્યા હતાં. આમ બે દિવસમાં રર લોકોએ ૪૦ ફોર્મ ઉપાડ્યા છે. પરંતુ આજે બીજા દિવસે પણ હજુ સુધી એક પણ ઉમેદવારી નોંધાઈ નથી.