શહેરના રબ્બર ફેકટરી સર્કલ ખાતે આવેલ મામાદેવના ઓટલાનો આઠમો પાટોત્સ્વ આજે શુક્રવારે યોજાયો હતો. જેમાં સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને બપોરે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેમ હાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ લીધો હતો. રાત્રીના નાગજીભાઈ તથા બટુક ઠાકરોનો ડાક ડમરૂનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.