શિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના ૫૦ વર્ષ પુરા થતા હોય સુવર્ણજયંતિ મહોત્સવ આગામી તા.૨૯/૩૦/૩૧/માર્ચ ૨૦૧૯ ના રોજ ઉજવવાનુ આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે આજરોજ પ્રારંભ સમારોહ જે જે મહેતાગર્લ્સ હાઈસ્કૂલ ના પટાંગણમાં દીનેશચંદ્ર મહેતાના અધ્યક્ષતામાં રાખેલ જેમાં શહેરમાં એક ભવ્ય બેટીબચાઓ તથા મહિલા સશક્તિ કરણ અંતર્ગત શાળાની અંદાજે ૧૨૦૦ વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી શિહોર ની ઐતિહાસિક રેલી હતી કે જેમાં માત્ર ને માત્ર શાળાઓની ભૂતપૂર્વ તથા અભ્યાસ કરતી દીકરીઓ જોડાઈ હતી. અહીં ૩ દિવસ ના ત્રિવિધ નહિ પરંતુ પાંચ પાંચ કાર્યક્રમો યોજાશે જેમાં ઉદ્ઘાટન થી લઈ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોજાવના છે ત્યારે પ્રથમ દિવસે પ્રારંભ સમારોહ બાદ સાંજે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિલેશકુમાર મણીયાર ના હસ્તે ઉદ્ઘાટન યોજેલ જેમા સંસ્થાની વિદ્યાર્થીની ઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર શાહબુદ્દીન ભાઈ રાઠોડ તથા નલિનભાઈ પંડિત પૂર્વનીયામક, અશોકભાઈ મહેતા, હસમુખભાઈ ગાંધી, ઉપેન્દ્રભાઈ ભુતા, વિજયભાઈ સંઘવી, ભરતભાઇ મહેતા, પી.આઈ.સોલંકી, તથા નરનારાયણ શર્મા ઉપસ્થિત રહયા હતા.