બાબરીયાવાડમાંથી નવો બનતો ફોરટ્રેક હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા ટીંબીની બારપટોળીથી મહુવા રોડના તમામ ગામડાઓમાં ભુમાફીયારાજ શરૂ. હજુ બારપટોળીની શાહી પણ સુકાઈ નથી ત્યાં આજે રાજુલા તાલુકાના સમઢીયાળા ગામેથી ખાણખનીજ વિભાગના એ.બી. જાડેજા સપાટો બોલાવ્યો. કરોડો રૂપિયાની કિંમતી માટી ખોદી ખોદી નેશનલ હાઈવેમાં પથરાઈ પણ ગઈ અને માટીના ખોદકામ ગેરકાયદે મોટી ખાણ બનાવતા જીસીબી અને હીટાચી સહિતને પકડી પાડી કાયદેીર કાર્યવાહી કરાતા આજે સમસ્ત બાબરીયાવાડના ભુમાફીયામાં ફફડાટ સાથે ભુગર્ભમાં ચાલ્યા ગયા. જો તંત્રમાં બેઠેલ ડેપ્યુટી કલેક્ટર ડાભી જેવા અધિકારીએ આવા કૌભાંડોનો પ્રથમ પર્દાફાશ બારપટોળીથી કર્યા બાદ ખાણખનીજ વિભાગને રીપોર્ટ કર્યા બાદ એક-એક કૌભાંડોની હારમાળા સર્જાઈ તેમજ તેની બારપટોળી બાબતે નિવેદન લેતા જણાવ્યું હતું કે હું કોઈ ગામની જનતાને હેરાન કરવા નથી માંગતો તળાવ ઉંડુ થાય તેમાં મને પણ રસ છે પણ બારપટોળીની પંચાયતમાં પહેલા લઈ લો પછી માટી ઉપાડવાનું ગ્રામ પંચાયતે જ હોય છે પણ આ નેશનલ આઠ-ઈ ફોરટ્રેકના કોન્ટ્રાક્ટર બાબરીયાવાડના ગામડાની સીકલ બદસુરત કરી નાખશે.