ગરમીનો પારો વધુ ઊંચકાતા લોકો ત્રાહિમામ, રાજકોટમાં યેલો એલર્ટ

549

સૌરાષ્ટ્રમાં હજી ગરમીની શરૂઆત જ થઇ છે ત્યારે ફક્ત ત્રણ દિવસની અંદર ૧૦થી વધુ શહરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર ચડ્યો છે ત્યારે રાજકોટને શનિવારે મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાની દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે શહેરીજોનોને બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી કામ વગર બહાર ન નીકળવા સુચિત કરવામાં આવ્યા છે.

રાજકોટમાં આ વર્ષે જાણે ગરમી ભૂક્કા કાઢવાની હોય તેવી રીતે ઉનાળાના શરૂઆતી દોર માંજ લાગી રહ્યું છે. ફકત બે દિવસમાં ૩ ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉચ્કાયો છે. સવારથી લોકો ભારે તાપનો સામનો કરી રહ્યા છે. તેવામાં રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાની દ્વારા રાજકોટને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સુચિત કરવામાં આવ્યું છે કે બપોરના ૧ થી ૫ વાગ્યા સુધીમાં કોઇ મહત્વના કામ વગર બહાર નીકળવું નહી તેમજ બાળકો અને સિનિયર સીટીઝનોએ પણ બહાર નીકળવાનું ટાળવા કહ્યું છે. દરમ્યાન તાપમાનનો પારો સતત ૪૨ ડિગ્રી સુધી રહેવાની શક્યાતાઓ હવામાન ખાતાએ વ્યકત કરી છે.

Previous articleએનઆઈસીએમ કેમ્પસ ખાતે હેપ્પી રક્તદાન શિબિરમાં ૪૦ યુનિટ્‌સ રક્ત એકત્ર થયું
Next articleચૂંટણીપંચના જાહેરનામા મુજબ મતદાન મથકની ૧૦૦ મીટર ત્રિજયામાં મોબાઈલ પર પ્રતિબંધ