અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહના સ્વાગત માટે આવેલા કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા

585

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદમાં રોડ શો યોજી ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવવાના હોવાી ગઈકાલે તેઓ અમદાવાદ આવ્યા હતા.

ગાંધીનગરની બેઠક પરથી ઉમેદવાર જાહેર થયા બાદ અમિત શાહ પ્રથમ વખત અમદાવાદ આવ્યા હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરોને એરપોર્ટ પર હાજર રહેવા આદેશ અપાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના ‘ચોકીદાર’ ૧૦ જેટલા કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હતા.

દેવાંગ યાદવ, ગૌરવ પટેલ, લંશ પટેલ, ઉતપલ પટેલ, સાગર ચૌધરી સહિતના કાર્યકરોના પાકિટ ચોરાયા હતા. એક શખ્સે પાકિટ ચોરી કરનાર શખ્સની ઝડપી પોલીસને સોંપ્યો હતો. જેથી એરપોર્ટ પોલીસે રઈઝખાન પઠાણ (રહે. વટવા)ની ધરપકડ કરી હતી.

અમિત શાહે ૪ કિમીના રોડ શો બાદ ૨ વાગ્યે ઉમેદવારી નોંધાવીઃ અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પરિવાર સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ તેઓ રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉદ્વવ ઠાકરે, અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરી માં ઉમેદવારી નોંધાવી હતી.

Previous articleટ્રેલરમાં ભીષણ આગ લાગતા આર્મીની જીપ બળીને ખાખ
Next articleશ્રમજીવી પર હુમલો કરી ત્રણ હિન્દીભાષીએ લૂંટ ચલાવી