નવાગામ રેલવે ટ્રેક નજીક કેટલાક અજાણ્યા ઈસમોએ એક શ્રમજીવીને ફટકારી એક હજાર રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. રોડ ઉપર બીન વારસી પડેલા ઇસમને વહેલી સવારે સારવાર માટે ૧૦૮ની મદદથી સિવિલ ખસેડાતા આખો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્રણેય હુમલાખોરો હિન્દીભાષી હોવાનું પીડિત શ્રમજીવીએ જણાવ્યું હતું.સંતોષ વસાવા (ઇજાગ્રસ્ત)એ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા જ તેઓ મહારાષ્ટ્રના ધુલિયાથી સુરત રોજગારીની શોધમાં આવ્યા હતો.
રોડ ઉપર વસવાટ કરી મજૂરી કામ કરી તેઓ શુક્રવારની રાત્રે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે નવાગામ રેલવે ટ્રેક નજીક ભેટી ગયેલા ત્રણ અજાણ્યા ઈસમોઓએ તેમની ઉપર દંડા વડે હુમલો કરી માર માર્યો હતો. ત્યારબાદ ખીસ્સામાંથી રોકડા ૧૦૦૦ કાઢી લઈ ભાગી ગયા હતા. અર્ધબેભાન અવસ્થામાં સવારે તેમને સારવાર માટે સિવિલ ખસેડાયા બાદ તેઓ ભાનમાં આવ્યા હતા.