ગુજરાત : હીટવેવની વચ્ચે લોકો હવે ભારે ત્રાહિમામ

685

ગુજરાતના જુદા જુદા ભાગોમાં હીટવેવનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં પણ આજે હીટવેવનું મોજુ રહ્યું હતું. જેથી બપોરના ગાળામાં લોકો રસ્તા ઉપર દેખાયા ન હતા. ઉંચા તાપમાન માટેની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા બાદ લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. અમદાવાદ માટે પણ હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે રાજ્યના ઘણા ભાગોમાં પારો ૪૨ રહ્યો હતો. આજે રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટ ખાતે ૪૨.૪ ડિગ્રી થયો હતો.  બીજી બાજુ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રી નોંધાયું હતું. જોકે ગઈકાલની સરખામણીમાં આજે સ્થિતિમાં સુધારો થયો હતો. જોકે હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. આજે અમરેલી, સુરેન્દ્રનગર અને ભુજમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો. ફરીએકવાર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હિટવેવનું મોજુ ફરી વળે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે.  આ ઉપરાંત કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેતથઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૧ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે.

Previous articleરેલ પ્રવાસીઓને પહેલીથી ટિકિટનું રિફન્ડ મળી જશે
Next articleચુંટણી પંચના નિયમોનો ભંગ કરી શાહનો કાર્યક્રમ