ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજરોજ નામાંકન ભરતી સમયે ચૂંટણીપંચના તમામ નિયમોને અવગણીને કરેલા કાર્યક્રમ-જનસભા-રોડ શો કે જેમાં દૂધ મંડળી, સહકારી બેંકોના કર્મચારી, આંગણવાડ-મધ્યાહન ભોજનના કર્મચારી યુનિફોર્મ વિના હોમગાર્ડના જવાનો છતાં પાંખી હાજરી જ દર્શાવે છે કે ભાજપની રીતિનીતિથી ગાંધીનગર, ગુજરાત અને દેશના મતદાતાઓં છેતરપિંડી-વિશ્વાસઘાતની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે દેશ અને ગુજરાતના ખેડુતો, બેરોજગાર યુવાનો, દમનના ભોગ બનેલ હજારો પરિવારો, ભાજપ શાસનમાં અન્યાય-શોષણ નીતિનો ભોગ બનેલ પરિવારો, ફીક્ષ પગાર આઉટશોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાના લાખો યુવાન-યુવતીઓના ન્યાય અંગે કેમ એક શબ્દ પણ ઉચ્ચારવાાં આવ્યો નથી તે અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ભલે સત્તાધારી પણ હોય પણ, વહીવટીતંત્ર-મ્યુનિસિપલ તંત્ર જે રીતે કામ કરી રહ્યું હતું તે આચારસંહિતાના ખુલ્લાઆમ લીરેલીરા ઉડ્યા હતા. નજીકની સભા સ્થળ અને રોડ શોની આસપાસ હાર્ટ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો હોવા છતાં માીકની કઈ રીતે મંજુરી આપવાાં આવી. તામ સરકારી વીજળીના થાંભલા અને સરકારી મિલકત પર ભાજપના પ્રચાર પ્રસાર કરતા બેનરો કોની મંજુરીથી લાગ્યા. સ્થાનિક મતદાતાઓને રોષ પારખ ગયેલા ભાજપે આગોતરા આયોજન પ્રમાણે બહારગામથી બસો ભરીને રોડ શો-સભા સફળ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જેમાં તેમને સફળતા મળી નથી. લકઝરી બસો, ખાનગી બસો શહેરમાં પ્રવેશવા માટે કોઈ જ મંજુરી લેામાં આવી નથી. જે રીતે ઠેર ઠેર સરકારી મિલકતો પર અને સરકારી મશનરી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કામગીરી શરૂ થઈ રહી હતી તે આચારસંહિતાનું ઉલંઘન છે.