સરકારી નર્સિંગ કોલેજ ભાવનગરના ચોથા વર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રિ.એચ.ટી. દવે, મિતલબેન પટેલ અને નર્સીંગ ટ્યુટરના માર્ગદર્શનથી ઈન્દીરાનગર પ્રાથમિક શાળા ખાતે એચઆઈવી એઈડ્સ જાગૃતિ અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય સહિત સ્ટાફ, વાલીઓ-વિદ્યાર્થીઓ વિગેરેએ ઉપસ્થિત રહી નાટક નિહાળ્યું હતું.