લોકસભા ચૂંટણી માટે તાબડતોડ રેલીઓ કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. અરૂણાચલ પ્રદેશના આલોમાં એક રેલીને સંબોધિત કરાતં પીએમે કહ્યું કે કોંગ્રેસની ઇચ્છા દિલ્હીમાં સરકાર હોય કે પછી કોઇ રાજ્યમાં તેમની કરપ્શનથી હંમેશા મજબૂત સાંઠગાંઠ રહી છે. પીએમ એ કહ્યું કે તેમને માત્ર મલાઇની ચિંતા રહી છે અને અમને દેશની ભલાઇની રહે છે.
વડાપ્રધાને કોંગ્રેસને આડા હાથે લેતા કહ્યું કે કોંગ્રેસની હંમેશા કરપ્શન સાથે મજબૂત સાંઠગાંઠ રહી છે. આ બધાને બાંધનાર ફેવિકોલ કરપ્શન છે. તેમના નેતા ગરીબોની થાળી ચોરે છે, તેમના દિલ્હીમાં બેઠેલા નેતા ઇનકમ ટેક્સ ચોરે છે. અખબાર ચલાવા માટે આપવામાં આવેલી જમીનમાંથી લાખો રૂપિયા ભાડું કમાય છે. રક્ષા સોદામાં દલાલી ખાય છે. પોતે જામીન પર છે, જે બેલ પર છે, તે ચોકીદારને ગાળો આપી રહ્યાં છે. વડાપ્રધાને કહ્યું કે, “દિલ્હીમાં બેઠેલા (કોંગ્રેસના) નેતા ઈન્કમટેક્સ ચોરે છે. નામદાર પોતે જામીન પર છે. જો તે ન મળ્યાં હોત તો ક્યાં હોત? પોતે તો બચી ગયા અને ચોકીદારને ગાળો આપી રહ્યાં છે. આ લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડની જૂની આદત છે.
મોદીએ કહ્યું કે ના તો દેશના જવાનોની ચિંતા કરે છે અને ના તો નવજવાનની ચિંતા કરે છે. ભારત જ્યારે પણ મોટી સફળતા પ્રાપ્ત કરે છે તો નામદારો અને તેમના દરબારીઓના ચહેરા લટકી જાય છે. બસ રડવાનું બાકી રહી જાય છે. સર્જીકલ સ્ટ્રાઇકના સમયે પોતે જોયું છે જ્યારે ભારતે આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા તો તેમનું શું વલણ રહ્યું છે. જ્યારે આપણા વૈજ્ઞાનિકે દુનિયાને સ્તબ્ધ કરી દીધા ત્યારે પણ તેઓ મજાક બનાવાનો રસ્તો શોધી લે છે. જે વાત પર દેશ ગર્વ કરે છે તે વાત પર તે લોકોને દુખ થાય છે. દુનિયામાં ભારતનો ડંકો વાગે તો તેઓ દુખી થઇ જાય છે. તેઓ આતંકીઓના આકાની વાતો બોલે છે. ભારતમાં તેમને પૂછનારું કોઇ નથી, પાકિસ્તાનમાં તેમનો જય-જયકાર થઇ રહ્યો છે. તેમનો એક પાડોશી દેશ માટે એટલો બધા પ્રેમ આવી રહ્યો છે કે હેવ નોર્થ-ઇસ્ટ જ નહીં ભારત પણ તેમને નથી ગમી રહ્યું.
પીએમ એ કહ્યું કે અરૂણાચલ પ્રદેશ ભાજપ માટે સૌભાગ્યવાળું પ્રદેશ રહ્યું છે. ઉત્તર પૂર્વમાં કમળ ખિલવાનો સિલસિલો અહીં શરૂ થયો હતો. તેમણે કહ્યું કે મને આશા છે કે ૨૦૧૯મા પણ તમે અરૂણાચલમાં પેમા ખાંડુ અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનાવામાં મદદ કરશો.