સીઆરપીએફ જવાનોની પોસ્ટ પર ગ્રેનેડ હુમલો : એક ઘાયલ

668

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક બ્રાંચની બહાર સીઆરપીએફની પોસ્ટ ઉપર હુમલો કરી દીધો હતો. પોસ્ટ ઉપર કરવામાં આવેલા એક હુમલામાં જવાનને ઈજા થઈ હતી. ત્યારબાદ મોટુ સર્ચ ઓપરેશન ચાલ રહ્યું છે. આતંકવાદઓ ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હોવાથી આસપાસના ક્ષેત્રોમાં હાઈ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આતંકવાદીઓએ બપોરે ૩.૩૦ની આસપાસ પુલવામામાં એસબીઆઈ શાખાની સામે બનેલી પોસ્ટ પર ગ્રેનેડ ઝીંક્યો હતો.

આ બ્લાસ્ટમાં સીઆરપીએફના એક જવાનને ઈજા થઈ હતી. ત્યારબાદ પુલવામા પોલીસ અને સેનાને બનાવ અંગે માહિતી આપવામાં આવી હતી.

મોડી સાંજ સુધી ઓપરેશન જારી રહ્યું હતું. પુલવામામાં અગાઉ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ-શ્રીનગર હાઈવે પર સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ આતંકવાદી ઘટનામાં કાર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ ફરી એકવાર સક્રિય થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. આજે ત્રણ જુદી જુદી ઘટનાઓ બની હતી. તે પહેલા સવારે નેશનલ હાઈવે પાસે બ્લાસ્ટ થયો હતો. ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં નહીવંત જેટલી ભરતી રહી છે  જ્યારે ૫૦થી વધારે  ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે હજુ સુધી સેંકડો ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ૨૦૧૮માં આ આંકડો ૧૨૩ ઉપર રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે ત્રાસવાદીઓને ઘુસાડવા માટેના પ્રયાસ પુલવામા બાદ પણ પાકિસ્તાની સેના દ્વારા કરાઈ રહ્યા છે.

Previous article૩૭૦ને ખતમ કરી તો ખરાબ પરિણામ ભોગવવા પડશેઃ મહેબૂબા મુફ્તિ
Next articleશ્રીનગર હાઇ-વે પર કારમાં બ્લાસ્ટ સીઆરપીએફના કાફલાનો બચાવ