એક્સેલ ક્રોપ કેર લિમીટેડ દ્વારા પ્રતિવર્ષ જે કર્મચારીઓએ ૧પ થી ૩૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા કર્મચારીઓના સન્માન કાર્યક્રમનું આયોજન દીર્ઘ સેવા સન્માન કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે દીર્ઘ સેવા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં નિનાદભાઈ ગુપ્તે, પ્રકાશભાઈ બોન્દ્રે, સુનિલભાઈ જગતાપ, વિષ્ણુભાઈ બાગલ, ડો.એ.જી. મહેતા, એચ.બી. સૈની વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમની શરૂઆત અવિનાશભાઈ ભટ્ટની પ્રાર્થનાથી કરવામાં આવી. કંપનીના જનરલ મેનેજર એ.જી. મહેતા દ્વારા દરેકને આવકાર આપવામાં આવ્યો તથા એચ.બી. સૈનીએ કાર્યક્રમનો હેતુ ઉજાગર કરતા કહ્યું કે, આ કર્મચારીઓએ કંપનીના વિકાસમાં મોટુ યોગદાન આપેલ છે અને આ તેના યોગદાનને બિરદાવવાનો પ્રસંગ છે. જેમાં નિનાદભાઈ ગુપ્તે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું કે એક્સેલએ માણસને કેન્દ્રમાં રાખીને ચાલે છે. અધિકારીગણના હસ્તે કંપનીમાં દિર્ઘ સેવા બદલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવેલ.